(PTI Photo)

કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ બુધવારે એક ભવ્ય રોડશો યોજીને કેરળની વાયનાડ લોકસભા બેઠકની પેટાચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભર્યું હતું. આ પ્રસંગે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પાર્ટીના ભૂતપૂર્વ વડા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી હાજર રહેશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સવારે ભવ્ય રોડ શો કર્યો હતો.

13 નવેમ્બરની પેટાચૂંટણી માટે ઉમેદવારી કરકાં કરતા પહેલા કાલપેટ્ટામાં એક વિશાળ સભાને સંબોધતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે છેલ્લાં 35 વર્ષમાં તેમને તેની માતા, સોનિયા ગાંધી, તેના ભાઈ રાહુલ ગાંધી અને અન્ય પક્ષના સાથીદારો માટે પ્રચાર કર્યો છે. ભાજપે વાયનાડની બેઠક પર પ્રિયંકા ગાંધી સામે નવ્યા હરિદાસે મેદાનમાં ઉતાર્યા છે.
રાહુલ ગાંધીએ આ કાર્યક્રમમાં કહ્યું હતું કે એકવાર તેમની બહેન જીતી જાય પછી તેમના સહિત વાયનાડને બે સાંસદો મળશે. 2019થી 2024 સુધી વાયનાડ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરનાર રાહુલે કહ્યું, “હું વાયનાડના લોકોનો બિનસત્તાવાર સાંસદ બનીશ.”

પ્રિયંકા એલડીએફના સત્યન મોકેરી અને ભાજપના નવ્યા હરિદાસ સામે ચૂંટણી લડશે.

ઉમેદવારી નોંધાવતા પહેલા પ્રિયંકા ગાંધીએ સોમવારે પાર્ટીના વડા ખડગે સાથે મુલાકાત કરી અને તેમના આશીર્વાદ લીધા હતાં.કોંગ્રેસે વાયનાડમાંથી AICC મહાસચિવને મેદાનમાં ઉતાર્યા બાદ પાર્ટીના કાર્યકરોએ મતવિસ્તારમાં પોસ્ટરો લગાવ્યા હતા, જેના પર “વાયનાડની પ્રિયંકારી (વાયનાડની પ્રિય)” લખેલું હતું. ઝારખંડ વિધાનસભા માટે પ્રથમ તબક્કાના મતદાનની સાથે વાયનાડ સંસદીય બેઠક અને 47 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી 13 નવેમ્બરે યોજાશે. 23 નવેમ્બરે પરિણામ જાહેર થશે.

અગાઉ કોંગ્રેસે જાહેરાત કરી હતી કે તેના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા 13 નવેમ્બરે કેરળની વાયનાડ લોકસભા બેઠકની યોજાનારી પેટાચૂંટણી પાર્ટીના ઉમેદવાર હશે. આની સાથે સક્રિય રાજકારણમાં જોડાયા પછી પ્રિયંકા ગાંધી પ્રથમ વાર ચૂંટણી લડશે. જો ચૂંટાશે તો આ પ્રથમ વખત હશે જ્યારે પ્રિયંકા ગાંધી સાંસદ તરીકે સંસદમાં પ્રવેશ કરશે. ગાંધી પરિવારના ત્રણ સભ્યો સોનિયા, રાહુલ અને પ્રિયંકા એકસાથે સંસદમાં હોય તેવું પ્રથમ વખત બનશે.
પાર્ટીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ પ્રિયંકા ગાંધી વાડ્રાને કેરળની લોકસભા પેટાચૂંટણી માટે પાર્ટીના ઉમેદવાર તરીકે ઊભા રાખવાની દરખાસ્તને મંજૂરી આપી છે. રાહુલ ગાંધી વાયનાડ અને રાયબરેલી એમ બંને બેઠકો પર લોકસભાની ચૂંટણી જીત્યા હતાં અને તેમણે વાયનાડ બેઠક ખાલી કરી હતી.

લોકસભા ચૂંટણીના દિવસો પછી, કોંગ્રેસે જૂનમાં જ જાહેરાત કરી હતી કે રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશમાં રાયબરેલી સંસદીય ક્ષેત્ર જાળવી રાખશે અને કેરળની વાયનાડ બેઠક ખાલી કરશે, જ્યાંથી તેમની બહેન પ્રિયંકા ગાંધી ચૂંટણીના રાજકારણમાં પ્રવેશ કરશે.

LEAVE A REPLY