(Photo by FADEL SENNA/AFP via Getty Images)
લગ્ન પછી બોલીવૂડ છોડીને અમેરિકામાં સ્થાયી થયેલી પ્રિયંકા ચોપરા છેલ્લે 2019માં આવેલી ‘ધ સ્કાય ઇઝ પિંક’માં જોવા મળી હતી. હવે તે 6 વર્ષે ફરીથી હિન્દી ફિલ્મો જોવા મળશે. તે એસએસ રાજામૌલીની ફિલ્મમાં મહેશ બાબુ સાથે મુખ્ય ભૂમિકા ભજવવાની તૈયારી કરી રહી છે. આ એક આફ્રિકન જંગલ એડવેન્ચર ફિલ્મ હશે, જેમાં મહેશ બાબુ એવું પાત્ર કરશે, જેમાં હનુમાનજીના લક્ષણો હશે.
રાજામૌલી વધુ એક વખત ‘બાહુબલી’ની બે ફિલ્મો અને ‘આરઆરઆર’ પછી એક વખત એક એક  મહાકાવ્ય સમાન કથા સાથે આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, “આ ફિલ્મની સ્ક્રિપ્ટ છેલ્લા તબક્કામાં પહોંચી ગઈ છે. તેનું શૂટિંગ એપ્રિલ 2025થી શરૂ થઈ જશે. એસએસ રાજામૌલીને આ ફિલ્મ માટે  કોઈ એવી એક્ટ્રેસ જોઈતી હતી, જે વૈશ્વિક ક્ષેત્રે જાણીતી હોય.
છેલ્લા છ મહિનામાં રાજામૌલીએ પ્રિયંકા સાથે કેટલીક મીટિંગ કરી હતી અને અંતે બંનેએ આ ફિલ્મમાં સાથે કામ કરવાનું નક્કી કર્યું હતું.” સૂત્રે વધુમાં જણાવ્યું, “પ્રિયંકા પણ રાજામૌલી જેવા ફિલ્મકાર સાથે અને મહેશબાબુ જેવા કલાકાર સાથે કામ કરવા આતુર છે. આ ફિલ્મમાં તેના પાત્રમાં પણ અભિનય માટે ઘણી શક્યતાઓ રહેલી છે. તેના માટે પણ આ પ્રકારની ફિલ્મ અને આ નિર્માતા-દિગ્દર્શક સાથે આ પ્રથમ પ્રયોગ છે. આ ભૂમિકા સારી રીતે રજૂ કરવામાં આવી છે અને પ્રિયંકાએ તેના માટેની તૈયારીઓ પણ શરૂ કરી છે.”
” રાજામૌલી મહેશબાબુ સાથે 2026ના અંત સુધી આ ફિલ્મનું શૂટ કરશે. 2027માં આ ફિલ્મ મોટાપાયે વિશ્વભરમાં રિલીઝ કરવામાં આવશે. તેના માટે રાજામૌલી છેલ્લા એકાદ વર્ષથી સોની અને ડિઝની સાથે ચર્ચા કરી રહ્યા છે. આ ફિલ્મ ઇન્ડિયા અને યુએસના સ્ટુડિયોમાં તેમજ આફ્રિકાના જંગલમાં શૂટ થશે.

LEAVE A REPLY