(Photo by Tristan Fewings/Getty Images)

બોલીવૂડમાંથી હોલીવૂડમાં સ્થાયી થયેલી અભિનેત્રી પ્રિયંકા ચોપરા 4 વર્ષ પહેલા ભારતીય ફિલ્મમાં અભિનય કરતી જોવા મળી હતી. આ પછી પ્રિયંકાના ચાહકો તેને ફરીથી હિન્દી ફિલ્મોમાં જોવાની રાહ જોઈ રહ્યા હતા. કારણ કે તે સતત હોલીવુડ પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત રહે છે. હવે પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં ચાહકોને ખુશ ખબર આપી છે.

પ્રિયંકા ચોપરા ટૂંક સમયમાં ઓસ્કાર વિજેતા ભારતીય દિગ્દર્શક એસએસ રાજામૌલીની ફિલ્મ SSMB29 માં જોવા મળશે. પ્રિયંકા ચોપરાએ તેનું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. પ્રિયંકા ચોપરા આ ફિલ્મના સેટ પર જ હોળી ઉજવણી કરી હતી. પ્રિયંકાએ પોતે તેની તસવીરો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. પ્રિયંકા ચોપરા 4 વર્ષ પહેલા હિન્દી ફિલ્મ ‘વ્હાઇટ ટાઇગર’માં જોવા મળી હતી.

ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા સાથે રાજકુમાર રાવ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ સાથે આદર્શ ગૌરવે પણ ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ત્યારથી, પ્રિયંકા ચોપરા સતત હોલીવુડ પ્રોજેક્ટ્સમાં કામ કરી રહી છે. પ્રિયંકાની સાથે SSMB29માં મહેશ બાબુ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં પૃથ્વીરાજ સુકુમારન પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

ફિલ્મના ગીતો માટે ઓસ્કાર જીતનાર દિગ્દર્શક એસએસ રાજામૌલીએ તેની વાર્તા લખી છે. આ ફિલ્મની વાર્તા પણ ઐતિહાસિક પૌરાણિક નાટક પર આધારિત છે. પણ વાર્તા વિશે કોઈ જાણતું નથી. ફિલ્મનું નામ પણ થોડું અલગ છે. આ અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી આપવામાં આવી નથી. દિગ્દર્શક રાજામૌલી તેમની વાર્તાઓ અને તેના રહસ્યોને જાળવી રાખવા માટે જાણીતા છે.

LEAVE A REPLY