ભારતીય સિનેમામાં સફળતાના માપદંડો ખૂબ ઝડપથી બદલાઈ રહ્યા છે. હવે દેશમાં માત્ર હિન્દી ફિલ્મો જ નહીં પણ સાઉથ ઇન્ડિયાની ફિલ્મોની વધી રહેલી લોકપ્રિયતાની સાથે તેના કલાકારો પણ દર્શકો સુધી પહોંચવામાં સફળ રહ્યા છે. આવા ટ્રેન્ડની શરૂઆત ‘કેજીએફ’, ‘બાહુબલી’,‘આરઆરઆર’ જેવી ફિલ્મો દેશભરમાં રિલીઝ થઈ અને તે ભારતના રાજ્યોમાં આ સુપર-ડુપર હિટ ગઇ હતી. આ પ્રકારની લોકપ્રિયતાથી ફિલ્મોએ એટલી સારી કમાણી કરી કે હવે ગ્લોબલી કમાણીના રકોર્ડ તૂટી રહ્યા છે.
આ જ પ્રકારની એક ફિલ્મે રિલીઝ અગાઉ જ એક અનોખ રેકોર્ડ બનાવ્યો હતો. આ ફિલ્મ છે 2021માં આવેલી મોહનલાલની ફિલ્મ ‘મરાક્કર – લાયન ઓફ ધ અરેબિયન સી’. આ ભારતની પ્રથમ ફિલ્મ છે જેણે ફિલ્મ રિલીઝ પહેલાં જ રૂ. 100 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મ 4100 સ્ક્રીન પર રિલીઝ થઈ હતી અને રિલીઝ થતાં પહેલાં એડવાન્સ બૂકિંગથી જ 100 કરોડની કમાણી કરી લીધી હતી.
મરાક્કર પહેલાં માર્ચ 2020માં રિલીઝ થવાની હતી પરંતુ પછી કોરોનાને કારણે ફિલ્મ રિલીઝ પાછી ઠેલાઈ હતી. તેથી આ ફિલ્મના પ્રોડ્યુસર એન્ટોની પેરુમ્બવૂર પહેલાં ફિલ્મને ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનું વિચારતા હતા. કારણ કે કોરોના પછીના માહોલમાં ફિલ્મ થિએટરમાંથી સારી કમાણી કરી શકે તેમ નહોતી. જોકે, કેટલાક લોકોએ તેમને આ ફિલ્મ થિએટરમાં રિલીઝ કરવા મનાવ્યા હતા. આ નિર્ણય ફિલ્મની તરફેણમાં સાબિત થયો અને ફિલ્મને બોક્સ ઓફિસ પર બહુ સારો પ્રતિસાદ મળ્યો.
પ્રિયદર્શન દિગ્દર્શિત આ ફિલ્મમાં મોહનલાલ મુખ્ય ભૂમિકામાં હતા, તેમની સાથે અર્જુન સારદા, સુનિલ શેટ્ટી, પ્રણવ મોહનલાલ, મંજુ વારિયર, અશોક સેલ્વન, પ્રભુ સિદ્દીકી, નેદુમુડી વેણુ, હરીશ પેરાડી, કિર્તી સુરેશ અને કલ્યાણી પ્રિયદર્શન જેવા કલાકારો હતા. અંકિત સુરી અને રાહુલ રાજે આ ફિલ્મ માટે સંગીત આપ્યું હતું. વારંવાર પાછી ઠેલાયા પછી અંતે આ ફિલ્મ ડિસેમ્બર 2021માં રિલીઝ થઈ હતી.