વિરોધ પક્ષ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતૃત્વની રેસ લડી રહેલા ભૂતપૂર્વ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે એક નિવેદન કરીને સમર હોલીડે હોવા છતાય સંસદને અવ્યવસ્થા અને રમખાણો વચ્ચે પાછી બોલાવવાની હાકલ કરી હતી. તેમણે કહ્યું હતું કે “હિંસા અને ગુંડાગીરી હંમેશા અસ્વીકાર્ય છે તેમાં કોઈ અપવાદ નથી. હવે રાષ્ટ્રીય પ્રતિબિંબ અને એકતા માટેની ક્ષણ છે. આપણે ડર કે તરફેણ વિના સંસદમાં નિંદા કરવા એક અવાજે વાત કરવી જોઇએ.’’