પ્રિન્સ વિલિયમે એક મોટો નિર્ણય કરીને રાણી કેમિલાની ઇન્ટિરિયર ડિઝાઇનર બહેનને રોયલ પેરોલમાંથી દૂર કર્યા હોવાનું માનવામાં આવે છે. આશરે બે દાયકાથી યુકેના રાજવી પરિવાર સાથે કામ કરતા અન્નાબેલ ઇલિયટને પ્રિન્સ ઓફ વેલ્સ તરીકેના કાર્યકાળ દરમિયાન કિંગ ચાર્લ્સે પ્રથમ વખત નોકરી પર રાખ્યાં હતાં. ડચી ઓફ કોર્નવોલના તાજેતરના હિસાબો મુજબ 75 વર્ષીય અન્નાબેલને તેમની લાંબી સેવામાં પ્રથમ વગર પગાર ચુકવાયો નથી.
ટેલિગ્રાફના રીપોર્ટ મુજબ પ્રિન્સ વિલિયમે અન્નાબેલ ઇલિયટને રોયલ પેરોલમાંથી દૂર કરવાનો નિર્ણય કર્યો છે. ઇલિયટ અગાઉ ડચીના હોલીડે કોટેજ બિઝનેસની દેખરેખ રાખતા હતાં અને તેમના કામ માટે વાર્ષિક પગાર મેળવતા હતાં.
સૂત્રોએ પુષ્ટી આપી હતી કે પ્રિન્સ વિલિયમ હવે ઇલિયટને કર્મચારી તરીકે રાખશે નહીં. જોકે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ તેમના કામની ટીકા નથી.
ડચી ઓફ કોર્નવોલની અધિકૃત વેબસાઇટ અનુસાર, ઇલિયટ કોમર્શિયલ ધોરણે કામ કરતાં હતા. અને તેમને £19,625થી £82,272 સુધીનો વાર્ષિક પગાર મળ્યો હતો. વધુમાં તેમને ફર્નિચર અને રિટેલ ઇન્વેન્ટરીની ખરીદી માટે રિઇમ્બર્સમેન્ટ આપવામાં આવતું હતું. રાણી કેમિલાની નાની બહેન એન્નાબેલ ઇલિયટે ડચી ઓફ કોર્નવોલની જૂની ઇમારતોને ભાડે આપવા માટે ફેન્સી ઇમારતો બનાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી