Britain's Prince Harry, Duke of Sussex waves as he arrives to attend a ceremony marking the 10th anniversary of the Invictus Games, at St Paul's Cathedral in central London, on May 8, 2024. (Photo by JUSTIN TALLIS / AFP) (Photo by JUSTIN TALLIS/AFP via Getty Images)

ડ્યુક ઓફ સસેક્સ પ્રિન્સ હેરી 15 સપ્ટેમ્બરે તેમનો 40મો જન્મદિવસ ઉજવશે ત્યારે તેમને મહારાણી એલિઝાબેથ ધ ક્વીન મધર તરફથી એક અસાધારણ ઉદાર ભેટ તરીકે લાખો પાઉન્ડ્સ પ્રાપ્ત થશે. ધ ક્વીન મધરે તેમના પૌત્ર-પૌત્રોને કરમુક્ત રકમ આપવાના એક માર્ગ તરીકે 1994 માં બનાવવામાં આવેલ ટ્રસ્ટમાં લગભગ £19 મિલિયન જમા કરાવ્યા હોવાનું માનવામાં આવે છે.

તે સમયે ધ ક્વીન મધર 94 વર્ષના હતા. ટ્રસ્ટ ફંડની વિગતો જાહેર કરાઇ નથી પણ તેણીએ વિલિયમ કરતાં હેરી માટે મોટો હિસ્સો છોડ્યો હોઈ શકે છે. કેમ કે એવી ધારણા છે કે વિલિયમ ડચી ઓફ કોર્નવોલ પાસેથી સંપત્તિ પ્રાપ્ત કરશે.

જ્યારે તેઓ 21 વર્ષના થયા ત્યારે વિલિયમ અને હેરીને £6 મિલિયન મળવાના હતા અને તેઓ 40 વર્ષના થયા ત્યારે તેમના માટે વધુ £8 મિલિયન ફાળવવામાં આવ્યા હોવાનું કહેવાય છે. જૂન 2022માં વિલિયમે 40મો જન્મદિવસ ઉજવ્યો હતો ત્યારે તેમને એસ્ટેટમાંથી £23.6 મિલિયન મળ્યા હતા.

આ ઉપરાંત પ્રિન્સેસ રોયલના બાળકો, ઝારા અને પીટર ફિલિપ્સ, અને ડ્યુક ઓફ યોર્કની પુત્રીઓ બીટ્રાઇસ અને યુજીની, પ્રિન્સેસ માર્ગારેટના બાળકો, વિસ્કાઉન્ટ લિનલી અને લેડી સારાહ ચટ્ટોને પણ અમુક રકમ મળશે.

LEAVE A REPLY