લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે વોશિંગ્ટન ડીસીમાં ભારતીય ડાયસ્પોરાને સંબોધન કર્યું હતું. (ANI Photo)

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ અમેરિકાની 8થી 10 સપ્ટેમ્બર વચ્ચેની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અને આરએસની ટીકા કરવાનું ચાલુ રાખ્યું હતું. વર્જિનિયાના હેરન્ડન ખાતે ઇન્ડિયન ડાયાસ્પોરાને સંબોધન કરતાં કોંગ્રેસ નેતાએ જણાવ્યું હતું કે ચૂંટણી પછી કંઈક બદલાયું છે..કેટલાક લોકોએ કહ્યું છે  ‘ડર નહીં લગતા અબ, ડર નિકલ ગયા અબ’…મોદીના આઇડિયા, 56ની ઇંચની છાતિ, ભગવાન સાથે સીધું જોડાણ આ તમામ ગાયબ થયું છે. તે હવે ઇતિહાસ બની ગયું છે.

તેમણે આક્ષેપ કર્યો હતો. વડાપ્રધાન મોદીની ડરાવવાની વ્યૂહરચના ચૂંટણી પછી તરત જ ગાયબ થઈ ગઈ છે. આ વ્યૂહરચના માત્ર ચૂંટણી પુરતી જ સીમિત હતી, તે પણ ચૂંટણી પૂરી થતા જ ગાયબ થઈ ગઈ. ઘણાં લોકોએ મને કહ્યું કે હવે ભય નથી લાગતો, હવે ભય ગાયબ થઈ ગયો છે. ભાજપ એ નથી સમજતું કે આ દેશ દરેકનો છે. ભારત એક સંઘ છે, જેમાં વિવિધ ઇતિહાસ, પરંપરાઓ, સંગીત અને નૃત્ય સામેલ છે, તેઓ (ભાજપ) કહે છે કે આ સંઘ નથી, કંઈક બીજું છે.

લોકસભા ચૂંટણી પછીના વાતાવરણનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ચૂંટણી પછી કંઈક બદલાઈ ગયું છે. કેટલાક લોકોએ કહ્યું કે હવે ભય નથી લાગતો. ભાજપ અને વડાપ્રધાન મોદીએ એટલો ડર ફેલાવ્યો, નાના ઉદ્યોગો પર દબાણ કર્યું હતું. આ બધું સેકન્ડોમાં ગાયબ થઈ ગયું. તેને ફેલાવવામાં તેમને વર્ષો લાગ્યા, પરંતુ એક ક્ષણમાં બધું સમાપ્ત થઈ ગયું. સંસદમાં હું વડાપ્રધાનને જોઉં છું અને કહી શકું છું કે મોદીજીની 56 ઈંચની છાતી, ભગવાન સાથે સીધો સંબંધ હોવાનો દાવો, આ બધું હવે ઈતિહાસ બની ગયું છે.

LEAVE A REPLY