File- Narendra Modi

ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવાર, 2 માર્ચે જામનગર જિલ્લામાં પ્રાણી બચાવ, સંરક્ષણ અને પુનર્વસન કેન્દ્ર વનતારાની મુલાકાત લીધી હતી.3,000 એકરમાં ફેલાયેલું વનતારા રિલાયન્સ જામનગર રિફાઈનરી સંકુલમાં આવેલું છે.

તે હાથીઓ અને વન્યજીવોના કલ્યાણ માટે સમર્પિત એક બચાવ કેન્દ્ર છે, જે દુર્વ્યવહાર અને શોષણમાંથી બચાવેલા પ્રાણીઓને અભયારણ્ય, પુનર્વસન અને તબીબી સંભાળ પૂરી પાડે છે.તે 43 પ્રજાતિઓના 2,000થી વધુ પ્રાણીઓનું ઘર છે. તેમાં અદ્યતન પશુચિકિત્સા સાધનો, કુદરતી રહેઠાણો અને 2,100થી વધુ કર્મચારીઓની ટીમ છે.

આ પછી વડાપ્રધાન ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. અહીં મોદીની અધ્યક્ષતા હેઠળ શ્રી સોમનાથ ટ્રસ્ટની બેઠક યોજાઈ હતી. વડાપ્રધાન મોદી સોમનાથ ટ્રસ્ટના વડા છે.

ગીર વન્યજીવ અભયારણ્ય સાસણમાં રાત્રી રોકાણ કર્યા બાદ મોદી સોમવાર, 3 માર્ચે જંગલ સફારીનો આનંદ માણશે. ‘સિંહ સદન’માં પાછા ફર્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ  નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફ (NBWL)ની બેઠક યોજાશે. વડાપ્રધાન મોદી સત્તાની રુએ આ બોર્ડના ચેરમેન છે. NBWLમાં 47 સભ્યો છે, જેમાં આર્મી સ્ટાફના વડા, વિવિધ રાજ્યોના સભ્યો, આ ક્ષેત્રમાં કામ કરતી NGOના પ્રતિનિધિઓ, મુખ્ય વન્યજીવન વાર્ડન અને વિવિધ રાજ્યોના સચિવોનો સમાવેશ થાય છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે બેઠક પછી મોદી સાસણ ખાતે કેટલીક મહિલા વન કર્મચારીઓ સાથે વાતચીત કરશે.

LEAVE A REPLY