વડાપ્રધાન મોદી તેમના સિંગાપોરના સમકક્ષ લોરેન્સ વોંગના આમંત્રણ પર 4-5 સપ્ટેમ્બરે સિંગાપોરની મુલાકાત લેશે. સિંગાપોરની મુલાકાત પહેલા મોદી 3-4 સપ્ટેમ્બરે બ્રુનેઈની મુલાકાતે જવાના છે.

વિદેશ મંત્રાલયના સચિવ (પૂર્વ), જયદીપ મઝુમદારે  મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું કે ભારત અને બ્રુનેઈ સંરક્ષણ ક્ષેત્રમાં જોઇન્ટ વર્કિંગ ગ્રુપ બનાવવાની કામગીરી કરી રહ્યાં છે. વડાપ્રધાન મોદી લગભગ છ વર્ષ પછી સિંગાપોરની મુલાકાત લઈ રહ્યાં છે. ભારત-સિંગાપોર સંબંધો વિકસિત થયા છે અને એક “ગતિશીલ વ્યૂહાત્મક ભાગીદારી”માં ફેરવાયા છે. સહિયારા ઈતિહાસ અને લોકો-લોકો વચ્ચેના સંબંધોના બંને દેશો વચ્ચે એક મહત્વપૂર્ણ કડી છે. વેપાર અને રોકાણના પ્રવાહમાં સતત વૃદ્ધિ જોવા મળી છે. બંને દેશો વચ્ચે સંરક્ષણ ક્ષેત્રમાં મજબૂત સહયોગ છે તથા સંસ્કૃતિ અને શિક્ષણ ક્ષેત્રોમાં આદાનપ્રદાનમાં વધારો થયો છે. ભારત-સિંગાપોર પ્રધાન સ્તરીય રાઉન્ડ ટેબલ ફ્રેમવર્ક હેઠળ ભાગીદારીના નવા ક્ષેત્રો ઓળખવામાં આવ્યાં છે.

સિંગાપોર આસિયાનમાં ભારતનું સૌથી મોટું વેપાર ભાગીદાર છે અને દેશ સીધા વિદેશી રોકાણનો અગ્રણી સ્ત્રોત છે.વડાપ્રધાન મોદીની મુલાકાત દરમિયાન સિંગાપોરમાં સીઈઓ અને અન્ય બિઝનેસ લીડર્સ સાથે વાતચીત થશે.મોદીની બ્રુનેઈની મુલાકાત એ કોઈ ભારતીય વડાપ્રધાનની તે દેશની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હશે.

 

LEAVE A REPLY