મોરેશિયસના વડા પ્રધાન નવીન રામગુલામે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતુ. REUTERS/Stringer

બે દિવસના પ્રવાસના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવાર, 11 માર્ચે મોરેશિયસ પહોંચ્યા ત્યારે એરપોર્ટ પર વડાપ્રધાન નવીનચંદ્ર રામગુલામે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. સાંસદો, ધારાસભ્યો અને ધાર્મિક નેતાઓ સહિત 200થી વધુ મહાનુભાવો તેમનું સ્વાગત કરવા માટે એકઠા થયા હતાં.

મોદીએ X પર કૃતજ્ઞતા વ્યક્ત કરીને જણાવ્યું હતું કે આ મુલાકાતથી વિવિધ ક્ષેત્રોમાં ભારત-મોરેશિયસ સંબંધોને મજબૂત બનાવવાની તક મળશે.

12 માર્ચે મોરેશિયસના રાષ્ટ્રીય દિવસની ઉજવણી માટે વડાપ્રધાન મોદીને મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું. ભારતીય સંરક્ષણ દળોની એક ટુકડી અને ભારતીય નૌકાદળનું એક જહાજ ઉજવણીમાં ભાગ લેશે. વડાપ્રધાન મોદી છેલ્લે 2015 માં મોરેશિયસની મુલાકાતે ગયા હતાં.

તેઓ અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે અને પ્રેસિડન્ટ અને વડા પ્રધાન સહિત ટોચના નેતાઓ સાથે ચર્ચાવિચારણા કરશે. આ મુલાકાતથી વેપાર, ક્ષમતા નિર્માણ અને સરહદ પાર સુરક્ષા સહયોગ પર ધ્યાન કેન્દ્રિત કરીને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાની અપેક્ષા છે.

ભારતીય ડાયસ્પોરાના સભ્યો પીએમ મોદીનું સ્વાગત કરવા માટે તેમની હોટલ પર મોટી સંખ્યામાં એકઠા થયાં હતાં તથા કલા અને પ્રદર્શન દ્વારા મોદીનું સ્વાગત કરાવ્યું હતું. એક પ્રશંસકે ઓટોગ્રાફની આશામાં મોદીનું સ્કેચ બનાવવામાં ચાર કલાક ગાળ્યા હતાં. યુવા ડાયસ્પોરાના સભ્યોએ તેમને મળવા બદલ ઉત્સાહ વ્યક્ત કર્યો હતાં. ભારત અને મોરેશિયસ વચ્ચેના મજબૂત સાંસ્કૃતિક અને ભાવનાત્મક જોડાણ પર પ્રકાશ પાડ્યો હતો.

પરંપરાગત બિહારી ગીત ગવલ સાથે મોદીનું સ્વાગત કરાયું હતું ગીત ગવલને 2016માં યુનેસ્કો દ્વારા ‘માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસા’ તરીકે માન્યતા આપવામાં આવી છે.

તેમની મુલાકાત દરમિયાન, પીએમ મોદી મોરેશિયસના પ્રેસિડન્ટ અને વડાપ્રધાનને મળશે અને મોરેશિયસના વરિષ્ઠ મહાનુભાવો અને રાજકીય પક્ષોના નેતાઓ સાથે મુલાકાત કરશે.

આ ટાપુ દેશ સાથે ભારતને વિશેષ સંબંધો છે, કારણ તેની કુલ વસ્તીમાં ભારતીયોનું પ્રમાણ આશરે 70 ટકા છે. 2 દિવસની સત્તાવાર મુલાકાતમાં મોદી મોરેશિયસમાં ભારતના ફંડિંગ ધરાવતા 20થી ભારત- પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ્સમાં સિવિલ સર્વિસીસ કોલેજ અને એક એરિયા હેલ્થ સેન્ટરનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY