(PTI Photo/Atul Yadav)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાત ઓક્ટોબર 2024ના રોજ જાહેર હોદ્દા પર 23 વર્ષ પૂર્ણ કર્યા હતાં. નરેન્દ્ર મોદીની રાજકીય કારકિર્દી 2001માં ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે ચાલુ થઈ હતી. ત્રણ ટર્મ માટે રાજ્યના મુખ્યપ્રધાન રહ્યાં હતા. આ પછી તેઓ બે ટર્મ માટે દેશના વડાપ્રધાન તરીકે મોદીએ અનેક મહત્ત્વકાંક્ષી યોજનાઓ ચાલુ કરી છે અને નીડર નિર્ણયો લીધા છે.

ગુજરાતના ત્રણ ટર્મના મુખ્ય પ્રધાનથી લઈને ભારતના બે ટર્મના વડા પ્રધાન સુધીની મોદીની સફર સાહસિક નિર્ણયો, ટેકનોલોજીમાં હરણફાળ વિકાસ અને વૈશ્વિક મંચ પર ભારતના દરજ્જામાં વધારો જેવી સિદ્ધિઓથી ભરપૂર છે.
રાષ્ટ્રીય નેતૃત્વમાં મોદીનો ઉદય ખાસ કરીને ગુજરાતમાં તેમના કાર્યકાળના પાયા પર આધારિત રહ્યો છે. ગુજરાતમાં શ્રેણીબદ્ધ સુધારાઓ અમલમાં મૂક્યા હતાં અને રાજ્યને વિકાસનું ‘ગુજરાત મોડલ’ બનાવ્યું હતું. 2024માં લોકસભાની ચૂંટણી દરમિયાન મોદીએ ગુજરાત મોડલના આધારે દેશભરમાં પ્રચાર કર્યો હતો અને સ્પષ્ટ બહુમતી સાથે પ્રથમ વખત દેશના વડાપ્રધાન બન્યા હતાં. ગુજરાત મોડલમાં ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, રોકાણકારલક્ષી નીતિઓ અને કાર્યક્ષમ શાસન પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને ગુજરાતમાં અમલ કરેલી મોટાભાગની યોજનાનો રાષ્ટ્રીય સ્તરે પણ અમલ કર્યો છે.

આર્થિક સુધારાઓથી લઈને પર્યાવરણીય સંરક્ષણ સુધી તેમના “ગુજરાત મોડલ”થી પ્રેરિત કાર્યક્રમોનો રાષ્ટ્રવ્યાપી અમલ કર્યો હતો. ભારતના વડા પ્રધાન તરીકે મોદીએ વિરાસતને સાચવીને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં સુજલામ સુફલામ જલ અભિયાન દ્વારા જળ સંરક્ષણ, જ્યોતિગ્રામ યોજના હેઠળ 24 કલાક વીજળી અને નિર્મળ ગુજરાત અભિયાન દ્વારા સ્વચ્છતા જેવા અનેક કલ્યાણકારી કાર્યક્રમોની શરૂઆત કરાઈ હતી. આ કાર્યક્રમોને આધારે દેશભરમાં જલ જીવન મિશન, સૌભાગ્ય યોજના અને સ્વચ્છ ભારત મિશન જેવા કાર્યક્રમો ચાલુ કરાયા હતા.

મોટા આર્થિક સુધારાઓમાં 2017માં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ના અમલનો સમાવેશ થાય છે. આ ‘એક રાષ્ટ્ર, એક કર’ પ્રણાલીએ ભારતના જટિલ કર માળખાને સરળ બનાવ્યું છે, જોકે તેનો અમલ પડકારો વિના રહ્યો નથી.’મેક ઇન ઇન્ડિયા’ પહેલ, 2014માં શરૂ કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય ભારતને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબમાં પરિવર્તિત કરવાનો છે. આ કાર્યક્રમના મિશ્ર પરિણામો જોવા મળ્યા છે. તેનાથી સીધા વિદેશી રોકાણ (FDI)માં વધારો અને બિઝનેસ રેન્કિંગમાં સુધારો થયો છે.

LEAVE A REPLY