Mamata Banerjee in West Bengal
ફાઇલ ફોટો REUTERS/Amit Dave

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શનિવાર, 27 જુલાઇએ નવ રાજ્યોમાં રાજ્યપાલ અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઉપરાજ્યપાલની નિમણુકની જાહેરાત કરી હતી. ગુજરાતના ભૂતપૂર્વ IAS અધિકારી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિશ્વાસુ ગણાતા કે. કૈલાસનાથનને પુડુચેરીના ઉપરાજ્યપાલ બનાવાયા છે.

જોકે ગુજરાત અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ અંગે હજુ સુધી કોઈ નિર્ણય કરાયો નથી. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના મુખ્ય સચિવ કૈલાશનાથને તેમની નિવૃત્તિ પછી એક દાયકાથી વધુ સમય સુધી આ પદ સંભાળ્યા બાદ 30 જૂને રાજીનામું આપ્યું હતું.

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ વિધાનસભા અધ્યક્ષ હરિભાઉ કિસનરાવ બાગડેને રાજસ્થાનના રાજ્યપાલ નિયુક્ત કરવામાં આવ્યા છે જ્યારે ત્રિપુરાના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન જિષ્ણુ દેવ વર્માને તેલંગાણાના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.રાષ્ટ્રપતિએ પૂર્વ રાજ્યસભા સાંસદ ઓમ પ્રકાશ માથુરને સિક્કિમના રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યા છે.એ જ રીતે, ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન સંતોષ કુમાર ગંગવારને ઝારખંડના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરાયા છે, જ્યારે આસામના ભૂતપૂર્વ લોકસભા સાંસદ રામેન ડેકાને છત્તીસગઢના રાજ્યપાલ બનાવાયા છે.

હાલ ઝારખંડના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને મહારાષ્ટ્રના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.આસામના રાજ્યપાલ ગુલાબચંદ કટારિયાને પંજાબના રાજ્યપાલ અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢના પ્રશાસક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. એ જ રીતે, સિક્કિમના રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યને આસામના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને તેમને મણિપુરના રાજ્યપાલ તરીકેનો વધારાનો હવાલો પણ આપવામાં આવ્યો છે.

LEAVE A REPLY