બોલિવૂડ એક્ટર વેદાંગ રૈના અને અભિનેત્રી ખુશી કપૂર(ANI Photo/Jitender Gupta)
બોલીવૂડમાં અભિનેતા-અભિનેત્રી અંદરો અંદર એકબીજાને પ્રેમ કરે તે નવું નથી. આવા અનેક કિસ્સા જુના કલાકારોમાં જોવા મળે છે. પરંતુ હવે કહેવાય છે કે બોલીવૂડમાં નવી પેઢીના કેટલાક કલાકારો વચ્ચે પણ પ્રેમ વિકસ્યો છે પણ તેઓ તેને જાહેર કરવાનું પસંદ કરતા નથી. બે વર્ષ સુધી ડેટિંગ કર્યા પછી બાદ શોભિતા ધુલીપાલા અને નાગ ચૈતન્યની સગાઈના સમાચાર આવ્યા હતા. તેમણે તેમની વચ્ચેના સંબંધને સોશિયલ મીડિયા પર સ્વીકાર્યા છે. આ બંનેની જેમ અન્ય કેટલાક યુવા કલાકારો પણ ગાઢ પ્રેમમાં હોવાનું કહેવાય છે. ક્રિતિ સેનન-કબીર બહિયા, તૃપ્તિ ડીમરી-સેમ મર્ચન્ટ, તારા સુતરીયા-અરુણોદય સિંગના સંબંધ પણ બહાર આવ્યા છે. ખુશી કપૂર-વેદાંગ રૈનાએ દિલ્હીના ફેશન શોમાં સાથે રેમ્પ વોક કરીને લોકોમાં ચર્ચા ઊભી કરી હતી. ક્રિતિ સેનન અને યુકેસ્થિત બિઝનેસમેન કબીર બહિયાના વેકેશન ફોટોગ્રાફ્સ પણ વાઈરલ થયાં છે. અહીં કેટલીક એવી જોડીઓની ચર્ચા કરવામાં આવી છે જે લગ્નના બંધનમાં આગળ વધે તેવી સંભાવનાઓ છે.
ખુશી કપૂર-વેદાંગ રૈના
ધ આર્ચીઝની વધુ એક જોડી ખુશી કપૂર-વેદાંગ રૈના પણ ફિલ્મ પછી એકબીજાથી દૂર થયાં નથી. તેમની વચ્ચેની નિકટતા વધી રહી છે. તાજેતરમાં અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નમાં જાન્હવી કપૂરે તેના બોયફ્રેન્ડ શિખર પહારિયા સાથે હાજરી આપી હતી. જ્યારે ખુશી કપૂર સતત વેદાંગ રૈના સાથે જોવા મળતી હતી. આ ઉપરાંત દિલ્હી ખાતે ફેશન શો દરમિયાન સાથે રેમ્પ વોકમાં પણ તેઓ સાથે જોવા મળ્યા હતા.
ક્રિતિ સેનન-કબીર બહિયા
ક્રિતિ સેનને અભિનયની સાથે નિર્માતા તરીકે પણ કારકિર્દી શરૂ કરી છે. છેલ્લા કેટલાક સમયથી ફિલ્મો ફ્લોપ જઈ રહી છે ત્યારે કૃતિએ પોતાના અંગત જીવન અને કારકિર્દી અંગે ગંભીરતાથી વિચારવાનું શરૂ કર્યું હોય તેમ લાગે છે. અભિનયની સાથે પોતાની સ્કિલને અન્ય દિશામાં લઈ જવાની સાથે તેણે રોકાણ પણ શરૂ કર્યું છે. ક્રિતિએ તાજેતરમાં પોતાનો 33મો જન્મદિવસ ગ્રીસમાં ઉજવ્યો હતો. આ સમયે તેની સાથે યુકેસ્થિત બિઝનેસમેન કબીર બહિયા જોવા મળ્યો હતા. ક્રિતિએ અંગત જીવનને જાહેર કર્યું નથી, પરંતુ કબીર સાથેના તેના ફોટોગ્રાફ્સે સોશિયલ મીડિયા પર ઘણું આકર્ષણ ઊભું કર્યું હતું.
અનન્યા પાંડે-વોકર બ્લાન્કો
ચંકી પાંડેની પુત્રી અનન્યા અને આદિત્ય રોય કપૂર વચ્ચે આ વર્ષે જ બ્રેક અપ થયું છે. અનન્યાનું નામ હવે પૂર્વ અમેરિકન મોડેલ વોકર બ્લાન્કો સાથે જોડાઈ રહ્યું છે. અનંત અંબાણીના લગ્ન સમારંભોમાં તેઓ સાથે જોવા મળ્યા હતા. ત્યારે અનન્યાએ બીજા લોકોને બ્લાન્કોનો પોતાના પાર્ટનર તરીકે પરિચય કરાવ્યો હતો. અનન્યા સોશિયલ મીડિયા પર બ્લાન્કોને ફોલો પણ કરે છે. બ્લાન્કો હાલ વનતારા પ્રોજેક્ટમાં જોડાયેલો હોવાનું કહેવાય છે.
પલક તિવારી-ઈબ્રાહિમ અલી ખાન
જાણીતી અભિનેત્રી શ્વેતા તિવારીની પુત્રી પલક અને સૈફ અલી ખાનનો પુત્ર ઈબ્રાહિમ પ્રથમવાર 2023ના વર્ષમાં સાથે જોવા મળ્યા હતા. તેઓ મુંબઈ ખાતે એક રેસ્ટોરાંમાં ડિનર માટે ગયા ત્યારે રોમેન્ટિક સંબંધનો અંદાજ આવ્યો હતો. તેઓ સાથે ઊભા રહીને ફોટોગ્રાફ્સ પડાવવાના બદલે તેઓ પાપારાઝીથી મોઢું સંતાડીને જતા રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ, ગોવામાં તેમણે સાથે રજાઓ માણી હતી. આ ઉપરાંત મુંબઈમાં પણ અનેક વાર સાથે જોવા મળ્યા છે. પલક અને ઈબ્રાહિમની કારકિર્દી હજુ પ્રાથમિક તબક્કામાં છે.
તૃપ્તિ ડીમરી-સેમ મર્ચન્ટ  
બિઝનેસમેન સેમ મર્ચન્ટ સાથેના કથિત સંબંધોના કારણે તૃપ્તિ ડિમરી ચર્ચામાં છે. થોડા દિવસ પહેલાં તૃપ્તિ અને સેમ એક જ રેસ્ટોરાંમાં બહાર નીકળતા નજરે પડ્યા હતા. તેમણે બહાર નીકળતી વખતે એકબીજાથી થોડું અંતર રાખ્યું હતું અને એક જ ફ્રેમમાં ફોટોગ્રાફ ન આવે તેની દરકાર લીધી હતી. અગાઉ તૃપ્તિ અને સેમ એકબીજાને લાગણીશીલ મેસેજ સોશિયલ મીડિયા પર આપી ચૂક્યા છે.
તારા સુતરીયા-અરુણોદય સિંહ
તારા સુતરીયા અને અદર જૈન લાંબો સમય સુધી ગાઢ સંબંધમાં હતા. જોકે, ફ્રેન્ડશિપ જાળવી રાખવાના ઈરાદા સાથે તેઓ છૂટા પડ્યાં હતાં અને ત્યારબાદ તારા થોડા સમય સુધી એકલી રહી હતી. તારાને નવોદિત અભિનેતા અરુણોદય સિંહ તરીકે નવો મિત્ર મળ્યો હોવાનું કહેવાય છે. તેમણે આ રીલેશનશિપને આગળ વધારવા ગંભીર પ્રયાસ શરૂ કર્યા હોય તેમ લાગે છે. બંનેએ એકબીજાના પરિવાર સાથે મુલાકાતો પણ કરી છે.
સુહાના ખાન-અગત્સ્ય નંદા
શાહરૂખ ખાનની પુત્રી સુહાના અને અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા નંદાનો દોહિત્ર અગત્સ્ય નંદાએ ‘ધ આર્ચીઝ’માં સાથે કામ કર્યું હતું. બંનેની આ પ્રથમ ફિલ્મ હતી અને તેઓ શૂટિંગ દરમિયાન ખૂબ નજીક આવી ગયા હતા તેવું કહેવાય છે. સ્ટાર કિડ્સ વચ્ચે રીલેશનશિપ હોવાના રીપોર્ટ્સ અગાઉ આવી ગયાં હતા. ફિલ્મની રિલીઝ વખતે સમગ્ર ટીમ સાથે રહેતી હતી, પરંતુ પ્રમોશન પૂરું થઈ ગયા પછી પણ સુહાના-અગત્સ્યની નિકટતા જોવા મળી હતી. તાજેતરમાં એક રેસ્ટોરાંમાં અભિષેક બચ્ચન સાથે અગત્સ્ય અને સુહાના જોવા મળ્યા હતા

LEAVE A REPLY