હિન્દી ફિલ્મોની જાણીતી અભિનેત્રી દીપિકા પાદુકોણ તેની ગર્ભાવસ્થાના કારણે ચર્ચામાં છે. તે આ મહિનામાં ગમે ત્યારે તેના અને રણવીર સિંહના પ્રથમ બાળકને જન્મ આપશે. શનિવારે તેની કાર મુંબઈની એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલની અંદર જતી જોવા મળી હતી અને કહેવાય છે કે દીપિકા પદુકોણને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તે કોઇપણ ક્ષણે બાળકને જન્મ આપી શકે છે. દીપિકા પદુકોણ સાથે તેના પરિવારના કેટલાક અન્ય સભ્યો પણ જોવા મળ્યા હતા. તેના પ્રથમ બાળકના આગમન માટે ચાહકો પણ ઉત્સાહિત છે.

LEAVE A REPLY