પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ મેળા નિમિત્તે ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કરનારા શ્રદ્ધાળુઓની સંખ્યા શુક્રવારે 42 કરોડને વટાવી ગઈ હતી. આ કુંભમેળાને હવે 19 દિવસ બાકી હોવાથી, સ્નાન કરનારાઓની સંખ્યા 50 કરોડને વટાવી જાય તેવી અપેક્ષા છે.
ત્રણ અમૃત સ્નાન (મકરસંક્રાંતિ, મૌની અમાવસ્યા અને વસંત પંચમી) પછી પણ, શ્રદ્ધાળુઓના ઉત્સાહમાં કોઈ ઘટાડો થયો નથી. ભારત અને દુનિયાભરમાંથી લોકો પવિત્ર ત્રિવેણીમાં સ્નાન કરવા માટે મોટી સંખ્યામાં આવી રહ્યા છે. આમાં એક કરોડ કલ્પવાસીઓ, વિશ્વભરના શ્રદ્ધાળુઓ અને સાધુઓનો સમાવેશ થાય છે.
મૌની અમાવસ્યા પર સૌથી વધુ 8 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાન કર્યું હતું. જ્યારે મકરસંક્રાંતિ પર 3.5 કરોડ લોકોએ સ્નાન કર્યું હતું. 30 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી બંને દિવસે 2 કરોડથી વધુ લોકોએ ભાગ લીધો હતો. પોષ પૂર્ણિમાના દિવસે 1.7 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાન કર્યું હતું. વધુમાં, વસંત પંચમીના દિવસે 2.5 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ ત્રિવેણી સ્નાન કર્યું હતું. ભારતના રાજકીય સહિત અનેક ક્ષેત્રોના અગ્રણીઓએ પવિત્ર સ્નાન કર્યું હતું.
![](https://www.garavigujarat.biz/wp-content/uploads/2024/06/eee.jpg)