ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તથા રાજ્યના નાયબ મુખ્યમંત્રીઓ બ્રજેશ પાઠક અને કેશવ પ્રસાદ મૌર્ય અને અન્ય લોકો બુધવારે પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળા 2025 દરમિયાન ત્રિવેણી સંગમમાં સ્નાન કરે છે.(ANI Photo)

મહાકુંભની વૈશ્વિક લોકપ્રિયતાને દરેક ભારતીય માટે ગર્વની બાબત ગણાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જણાવ્યું હતું કે આ વખતે વિશાળ ધાર્મિક મેળાવડામાં યુવાનોએ મોટા પાયે ભાગીદારી નોંધાવી છે. કુંભમાં અમીર અને ગરીબ એક બનીને આવે છે. તે બધા સંગમમાં ડૂબકી મારે છે, ભંડારામાં સાથે જમીને પ્રસાદ મેળવે છે. આથી જ કુંભ એ એકતાનો મહાકુંભ છે. આ ઘટના આપણને દર્શાવે છે કે કેવી રીતે આપણી પરંપરાઓ સમગ્ર ભારતને એક તાંતણે બાંધે છે

મન કી બાત રેડિયો પ્રોગ્રામમાં મોદીએ જણાવ્યું હતું કે હિંદુ કેલેન્ડર મુજબ ‘પૌષ શુક્લ દ્વાદશી’ના (11 જાન્યુઆરી)એ અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરાઈ હતી. પ્રાણ પ્રતિષ્ઠાની આ દ્વાદશી ભારતની સાંસ્કૃતિક ચેતનાની પુનઃસ્થાપનાની દ્વાદશી છે. તેથી ‘પૌષ શુક્લ દ્વાદશી’નો આ દિવસ પણ ‘પ્રતિષ્ઠા દ્વાદશી’નો દિવસ બની ગયો છે. વિકાસના પંથે ચાલતી વખતે આપણે આપણી વિરાસતને સાચવવી પડશે અને તેમાંથી પ્રેરણા લઈને આગળ વધવું પડશે. મોદીએ અયોધ્યામાં ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાને ભારતની સાંસ્કૃતિક ચેતનાની પુનઃસ્થાપના પણ ગણાવી હતી.

પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ વિશે બોલતા મોદીએ જણાવ્યું હતું કે આ તહેવાર વિવિધતામાં એકતાની ઉજવણી કરે છે અને હજારો વર્ષોથી ચાલી આવતી તેની પરંપરામાં કોઈ ભેદભાવ કે જાતિવાદ જોવા મળતો નથી. યુવા પેઢી તેની સંસ્કૃતિ સાથે ગૌરવ સાથે જોડાય છે, ત્યારે તેના મૂળિયા મજબૂત બને છે અને તેનું સુવર્ણ ભવિષ્ય પણ સુનિશ્ચિત થાય છે. આ વખતે કુંભના ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ મોટા પાયે દેખાય છે. કુંભની આ વૈશ્વિક લોકપ્રિયતા દરેક ભારતીય માટે ગર્વની બાબત છે

 

LEAVE A REPLY