પોપ ફ્રાન્સિસના નિધન પર શોક વ્યક્ત કરતાં BAPS સ્વામિનારાયણ સંસ્થાના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે કહ્યું હતું કે પોપ ફ્રાન્સિસને આશા, કરુણા અને એકતાની દીવાદાંડી તરીકે હંમેશા યાદ કરાશે.
મહંત સ્વામી મહારાજે તેમના શોક સંદેશમાં જણાવ્યું હતું કે હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને વૈશ્વિક એકતા માટેનું તેમનું આહ્વાન આપણી ભારતીય પરંપરાના મૂલ્યનો પડઘો પાડે છે. વિવિધ ધર્મો વચ્ચે સેતુ બાંધવાના તેમના પ્રયાસોની અમે પ્રશંસા કરીએ છીએ. સામાજિક ન્યાય, પર્યાવરણીય સંભાળ અને શાંતિ નિર્માણને પ્રોત્સાહન આપવાના તેમના પ્રયાસોએ અમીટ છાપ છોડી છે. રોમન કેથોલિક ચર્ચના પ્રિય સભ્યો, વિશ્વવ્યાપી BAPS સ્વામિનારાયણ હિન્દુ વતી અમે પરમ પવિત્ર પોપ ફ્રાન્સિસના અવસાન પર ઊંડો શોક વ્યક્ત કરીએ છીએ. તેમની વિદાય વિશ્વભરના કેથોલિક સમુદાય અને ખ્રિસ્તીઓ માટે એક મોટું નુકસાન છે. આ શોકના સમયમાં, અમે તમારી સાથે એકતામાં ઉભા છીએ. અમે તમારા દુ:ખમાં સહભાગી છીએ અને ભગવાન અને તમામ દૈવી શક્તિઓને પ્રાર્થના કરીએ છીએ કે પોપ ફ્રાન્સિસ દ્વારા પ્રોત્સાહન આપવામાં આવેલી સાદગી અને કરુણાના વારસામાં તમને સાંત્વના મળે. વધુ ન્યાયી અને સુમેળભર્યા વિશ્વનું તેમનું વિઝન આપણને તમામને પ્રેરણા આપતું રહે તેવી પ્રાર્થના.
