. (Photo by Buda Mendes/Getty Images)

ખ્રિસ્તી ધર્મના સર્વોચ્ચ વડા પોપ ફ્રાન્સિસનું સોમવાર સવારે લાંબી બીમારી પછી 88 વર્ષની વયે અવસાન થયું હતું. રોમન કેથોલિક ચર્ચના પ્રથમ લેટિન અમેરિકન વડા પોપ 2013માં તેમના પુરોગામી બેનેડિક્ટ સોળમાના રાજીનામા પછી પોપ બન્યાં હતાં.

વેટિકનના એક નિવેદનમાં કાર્ડિનલ કેવિન ફેરેલે જણાવ્યું હતું કે પ્રિય ભાઈઓ અને બહેનો, ખૂબ જ દુઃખ સાથે હું આપણા પોપ ફ્રાન્સિસના અવસાનની જાહેરાત કરું છું. આજે સવારે 7:35 વાગ્યે રોમના બિશપ ફ્રાન્સિસ ભગવાનના ઘરે પાછા ફર્યા. તેમનું આખું જીવન પ્રભુ અને તેમના ચર્ચની સેવામાં સમર્પિત હતું. તેમણે આપણને પ્રામાણિકતા, હિંમત અને સાર્વત્રિક પ્રેમ સાથે જીવવાનું શીખવ્યું, ખાસ કરીને સૌથી ગરીબ અને સૌથી હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોના પક્ષમાં.

પોપ તરીકેના 12માં વર્ષ દરમિયાન તેમને વિવિધ બીમારીઓ થઈ હતી. છેલ્લા કેટલાંક મહિનાઓમાં ઘણી વખત હોસ્પિટલની મુલાકાતો થઈ હતી અને તેમના આરોગ્ય અંગે ચિંતાઓ હતી. ફ્રાન્સિસનો જન્મ આર્જેન્ટિનામાં જોર્જ મારિયો બર્ગોગ્લિયો તરીકે થયો હતો, તેઓ અમેરિકા ખંડના પ્રથમ પોપ હતાં.

76ની વર્ષની ઉંમરે પોન્ટિફ તરીકે ચૂંટાયા પછી તેઓ ઝડપથી પ્રભાવશાળી બન્યાં હતા. તેમણે વેટિકનમાં મોટાપાયે ફેરફારો કર્યા હતા. તેમણે ચાર ટીચીંગ ડોક્યુમેન્ટ્લ લખ્યાં હતા, 47 વિદેશ પ્રવાસ હતાં. તેમણે 900થી વધુ સંતોને પદવી આપવી હતી. ફ્રાન્સિસને આધુનિક વિશ્વ માટે વૈશ્વિક ચર્ચ ખોલવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કિસ્સાવાર ધોરણે પાદરીઓને સમલૈંગિક યુગલોને આશીર્વાદ આપવાની મંજૂરી આપી હતી અને પ્રથમ વખત વેટિકન ઓફિસોના વડા તરીકે મહિલાઓની નિમણૂક કરી હતી.

LEAVE A REPLY