સેન્ટ્રલ ઇઝરાયલી શહેર સીઝેરિયામાં એક ઘર પર લેબનીઝ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ઈઝરાયેલના વડાપ્રધાન કાર્યાલયના જણાવ્યા અનુસાર, આ ઘર વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુનું હતું. ઉલ્લેખનીય છે કે તેમનું ઘર સુરક્ષિત છે. જે સમયે હુમલો થયો ત્યારે પીએમ નેતન્યાહૂ અને તેમની પત્ની ઘરમાં હાજર ન હતા, એ તેમનું અંગત ઘર છે.

ઇઝરાયેલની સેનાએ માહિતી આપી હતી કે લેબનોનથી ત્રણ ડ્રોન છોડવામાં આવ્યા હતા. તેમાંથી એકે સેન્ટ્રલ ઇઝરાયલી શહેર સીઝેરિયામાં એક ઘરને નિશાન બનાવ્યું હતું. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ હિઝબુલ્લાહ દ્વારા જ આ હુમલો કરવામાં આવ્યો હતો.
સરકારે સ્વીકાર્યું છે કે તેની એર ડીફેન્સ સીસ્ટમ ડ્રોન હુમલાને રોકવામાં નિષ્ફળ રહી છે. જોકે, ત્રણમાંથી બે ડ્રોન હુમલાને અટકાવવામાં આવ્યા હતા, પરંતુ એક ડ્રોન સીઝેરિયામાં એક ઘર સાથે અથડાયું હતું. સાક્ષીઓએ જણાવ્યું હતું કે ડ્રોન ઘર પર ટકરાયા બાદ જોરદાર વિસ્ફોટ થયો હતો. સદનસીબે આ ડ્રોન હુમલામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, હમાસના નેતા યાહ્યા સિનવારને બુધવારે રફાહમાં ઇઝરાયલી સૈનિકોએ માર્યો હતો. તેના પર ગયા વર્ષે 7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર થયેલા ત્રાસવાદી હુમલાનો માસ્ટરમાઈન્ડ હોવાનો આરોપ હતો. ઇઝરાયેલની સેના છેલ્લા એક વર્ષથી સિનવારને શોધી રહી હતી. યાહ્યા સિનવાર પણ સતત યુદ્ધવિરામનો વિરોધ કરી રહ્યા હતા.

યાહ્યા સિન્વારના મૃત્યુ પછી, વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જાહેરાત કરી છે કે જ્યાં સુધી હમાસ બંધકોને મુક્ત નહીં કરે ત્યાં સુધી ગાઝામાં યુદ્ધ ચાલુ રહેશે. હિઝબુલ્લાએ યાહ્યા સિનવારના મોત પર ચિંતા વ્યક્ત કરી હતી અને સિનવારના મોતનો બદલો લેવાની વાત પણ કરી હતી.

LEAVE A REPLY