વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળમાં ભૂસ્ખલનથી અસરગ્રસ્ત વાયનાડના વિસ્તારોની શનિવારે મુલાકાત લીધી હતી. તેઓ રાહત કેમ્પમાં પીડિતોને પણ મળ્યા હતા. વડાપ્રધાને કેરળ પહોંચ્યા પછી ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે કેરળના મુખ્ય પ્રધાન પી. વિજયન પણ હતા. તેમણે પુંચીરીમટ્ટમ, મુંડક્કાઈ અને ચુરલમાલાના સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ સર્વેક્ષણ કર્યું હતું. વડાપ્રધાને અસરગ્રસ્ત વિસ્તારો અને હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા લોકોની મુલાકાત લીધી હતી ત્યારે તેમની સાથે ગવર્નર આરિફ મોહમ્મદ ખાન અને કેન્દ્રીય પ્રધાન સુરેશ ગોપી પણ ઉપસ્થિત હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, 30 જુલાઈએ ભારે વરસાદને પગલે વાયનાડના ચુરામાલા અને મુંડક્કાઈમાં ભૂસ્ખલન થયું હતું. આ દુર્ઘટનામાં 400થી વધુ લોકોના મોત થયા હતા.

LEAVE A REPLY