ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16-17 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે જશે તેવી સંભાવના છે. 17 સપ્ટેમ્બરે તેમનો જન્મદિવસ છે. તેઓ ગાંધીગનર અને અમદાવાદમાં આયોજિત વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. ગાંધીનગર ખાતે યોજાનારી ગ્રીન એનર્જી સમિટ માટે તેઓ ભાગ લેશે. આ ઉપરાંત અમદાવાદમાં નવી પોલીસ કમિશનર ઓફિસનું ઉદ્ધાટન કરે તેવી પણ સંભાવના છે. સૂત્રોના જણાવ્યા મુજબ તેઓ 16 સપ્ટેમ્બરે રાત્રે અમદાવાદ પહોંચશે અને ગાંધીનગરમાં રાજભવન ખાતે રાત્રી રોકાણ કરશે. વડાપ્રધાનના કાર્યક્રમ માટે કેટલીક તૈયારીઓ શરૂ કરવામાં આવી હોવાનું સૂત્રો જણાવે છે. પ્રધાનમંત્રીના સત્તાવાર કાર્યક્રમમાં બીજા પણ કાર્યક્રમ સામેલ હોવાની વિગત જાણવા મળી રહી છે. તેઓ 17 સપ્ટેમ્બરે સાંજે દિલ્હી જવા રવાના થશે.

LEAVE A REPLY