યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE)ના વડા અને ટેસ્લાના સીઈઓ એલન મસ્કે વોશિંગ્ટનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
તેમની વચ્ચે નવીનતા, અંતરિક્ષ સંશોધન, એઆઇ અને સતત વિકાસમાં ભારતીય અને અમેરિકન સંસ્થાઓ વચ્ચે સહયોગને મજબૂત બનાવવા અંગે ચર્ચા થઇ હતી. આ ઉપરાંત તેમણે ઊભરતી ટેકનોલોજી, ઉદ્યોગસાહસિકતા અને સુશાસનમાં સહયોગને વધુ ગાઢ બનાવવાની તકો પર પણ મંત્રણા કરી હતી.
મસ્ક સાથે આ બેઠકમાં તેમના પરિવારના સભ્યો પણ હાજર હતા. કહેવાય છે કે ભારતમાં સ્ટારલિંકનો બિઝનેસ શરૂ કરવા અંગે પણ ચર્ચા થઈ હતી. રોયટર્સના રીપોર્ટ મુજબ સ્ટારલિંક ટૂંક સમયમાં ભારતમાં તેની બ્રોડબેન્ડ સેવા શરૂ કરી શકે છે. આ મુલાકાત દરમિયાન વિદેશ પ્રધાન જયશંકર, NSA અજિત ડોભાલ અને અન્ય લોકો પણ હાજર હતા.
