અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે તાજેતરમાં તેમને મળવા માટે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અને બીજા વૈશ્વિક નેતાઓને વોશિંગ્ટનમાં ઠેર ઠેર તંબુઓ, રસ્તા પર ખાડાઓ અને સરકારી ઇમારતો પર ભીંતચિત્રો જોવા મળે તેવું તેઓ ઇચ્છતા નં હતાં. તેથી તેમણે અમેરિકાની રાજધાનીમાં ફાઇનો આદેશ આપ્યો હતો. રાજધાની દુનિયામાં ચર્ચાની કેન્દ્ર બને તેવું સરકાર ઇચ્છે છે.
ન્યાય વિભાગની એક ઇવેન્ટમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે છેલ્લા દોઢ સપ્તાહમાં ભારતના વડાપ્રધાન મોદી, ફ્રાન્સના પ્રેસિડન્ટ. બ્રિટનના વડાપ્રધાન મને મળવા આવ્યા હતાં. તેઓ આવ્યા ત્યારે મેં રસ્તો સાફ કરાવ્યો હતો. હું તેમને તંબુઓ જોવા દેવા માંગતો ન હતો. હું તેમને ચિત્રણો જોવા દેવા માંગતો ન હતો. હું તેમને તૂટેલા બેરિકેડ્સ અને રસ્તાઓમાં ખાડા જોવા દેવા માંગતો ન હતો. અમે શહેરને સુંદર દેખાડ્યું હતું. અમે શહેર માટે તે કરવા જઈ રહ્યાં છીએ. આપણી પાસે ગુનામુક્ત રાજધાની હશે. લોકો અહીં આવશે, ત્યારે તેમની લૂંટ, ગોળી કે બળાત્કારનો ભોગ બનવા દેવાશે નહીં. તેમને ગુનામુક્ત રાજધાની જોવા મળશે. તે પહેલા કરતાં વધુ સ્વચ્છ અને વધુ સુરક્ષિત હશે અને તેમાં અમને વધુ સમય લાગશે નહીં.
વોશિંગ્ટન ડીસીના મેયર મ્યુરિયલ બોઝર રાજધાનીની સફાઈનું સારું કામ કરી રહ્યાં હોવાનો ઉલ્લેખ કરીને ટ્રમ્પે જણાવ્યું હતું કે વિદેશ વિભાગની સામે જ ઘણા બધા તંબુઓ ઊભા કરાયા છે. તેમને દૂર કરવા પડશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૩ ફેબ્રુઆરીએ ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય બેઠક માટે વ્હાઇટ હાઉસ ગયાં હતાં. જાન્યુઆરીમાં ટ્રમ્પના પ્રેસિડન્ટ તરીકે શપથગ્રહણ પછી ટ્રમ્પની મુલાકાત લેનારા મોદી ચોથા વિદેશી નેતા હતાં.
