વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રેન્ચ પ્રેસિડેન્ટ ઇમેન્યુઅલ મેક્રોને તાજેતરમાં માર્સેલીમાં ભારતના નવા કોન્સ્યુલેટ જનરલનું સંયુક્ત રીતે ઉદ્ઘાટન કર્યું હતું.
કોન્સ્યુલેટમાં, બંને નેતાઓનું ભારતીય ડાયસ્પોરાના સભ્યો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. જુલાઈ 2023માં વડાપ્રધાનની ફ્રાન્સ મુલાકાત દરમિયાન માર્સેલીમાં કોન્સ્યુલેટ જનરલ શરૂ કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. કોન્સ્યુલેટ જનરલ પાસે ફ્રાન્સના દક્ષિણમાં ચાર ફ્રેન્ચ વહીવટી પ્રદેશો, જેમ કે – પ્રોવીન્સ આલ્પ્સ કોટ ડી’અઝુર, કોર્સિકા, ઓક્સિટેની અને ઓવર્ગેન-રોન-આલ્પ્સ પર કોન્સ્યુલર અધિકારક્ષેત્ર હશે.
ફ્રાન્સનો આ પ્રદેશ વેપાર, ઉદ્યોગ, ઊર્જા અને વૈભવી પર્યટનનો પર્યાય છે અને ભારત સાથે નોંધપાત્ર આર્થિક, સાંસ્કૃતિક અને લોકોથી લોકો સુધીના સંબંધો ધરાવે છે. ફ્રાન્સના બીજા સૌથી વધુ વસ્તી ધરાવતા શહેરમાં નવા કોન્સ્યુલેટ જનરલ બહુપક્ષીય ભારત-ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવશે.

LEAVE A REPLY