એશિયન મીડિયા ગ્રુપ (AMG), ફાર્મસી બિઝનેસના પ્રકાશકો અને ઈસ્ટર્ન આઈ અને ગરવી ગુજરાત સાપ્તાહિકો દ્વારા બુધવાર તા. 2 ઓક્ટોબરના રોજ આયોજીત વાર્ષિક ફાર્મસી બિઝનેસ એવોર્ડ્સમાં ફાર્મસી મિનિસ્ટર સ્ટીફન કિનોકે ફાર્મસી સેક્ટરની સરાહના કરતાં NHS ને રૂપાંતરિત કરવાની યોજનાના શિખર પર કોમ્યુનિટી ફાર્માસિસ્ટને મૂકવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ કાર્યક્રમમાં ફાર્મસી કેલેન્ડરના શોપીસ સમાન એવોર્ડ્ઝે કોમ્યુનિટી ફાર્મસીઓની ખૂબ જ શ્રેષ્ઠ અને હેલ્થ કેર સીસ્ટમમાં તેમના દ્વારા ભજવાતી નિર્ણાયક ભૂમિકાને માન્યતા આપી તેની સફળતાની ઉજવણી કરી હતી.

સેન્ટ્રલ લંડનમાં પાર્ક પ્લાઝા વેસ્ટમિન્સ્ટર બ્રિજ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ફાર્મા ઉદ્યોગના બિઝનેસ લીડર્સ, હેલ્થકેર એક્ઝિક્યુટિવ્સ અને અગ્રણી રાજકારણીઓએ સહિત 650 કરતા વધુ મહેમાનોએ હાજરી આપી હતી. ઉપસ્થિત રાજકારણીઓમાં નવા ચૂંટાયેલા કોમ્યુનિટી ફાર્માસિસ્ટ સાદિક અલ-હસન, કનિષ્કા નારાયણ અને ડૉ. ઝુબીર અહેમદ સામેલ હતા. તો બ્રેન્ટ વેસ્ટના લેબર સાંસદ, બેરી ગાર્ડિનરે ટોચનો એવોર્ડ, ફાર્મસી બિઝનેસ ઑફ ધ યર એનાયત કર્યો હતો.

મુખ્ય વક્તવ્ય આપતા પ્રાયમરી કેર સંભાળ માટે જવાબદાર મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર ધ ડીપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ સોસ્યલ કેર સ્ટીફન કિનોકે જણાવ્યું હતું કે ‘’મેં મંત્રીપદના મારા ટૂંકા સમયમાં જોયું છે કે દર્દીઓ કોમ્યુનિટી સેવાઓ પર કેટલો વિશ્વાસ કરે છે અને ફાર્માસિસ્ટ તેમના સમાજના લોકોને સંભાળ આપવા માટે કેટલી હદે જાય છે.  ખાસ કરીને આપણા દેશના વિસ્તારોમાં જ્યાં બગાડ છે તેના સહિત ઘણા લાંબા સમયથી, સરકારો દેશના સ્વાસ્થ્યને સુરક્ષિત કરવામાં કોમ્યુનિટી ફાર્મસીઓ જે ભાગ ભજવે છે તે આવશ્યક ભૂમિકાને ઓળખવામાં નિષ્ફળ રહી છે.‘’

કિનોકે જણાવ્યું હતું કે ‘’આ સરકાર જાણે છે કે ફાર્મસીઓ હાઈ સ્ટ્રીટ પર હેલ્થ કેર પૂરી પાડવામાં વધુ મોટો ભાગ ભજવી શકે છે અને જો અમે અમારા સરકારી મિશનને માત્ર સ્વાસ્થ્યના સંદર્ભમાં જ નહીં પરંતુ આર્થિક વૃદ્ધિ અને તકની દ્રષ્ટિ સહિત અન્ય તમામ રીતે જે પહોંચાડવા જઈ રહ્યા છીએ તે અમારા માટે ટોચની પ્રાથમિકતા હશે. કારણ કે સ્વસ્થ સમાજ અને વર્કફોર્સ સમૃદ્ધિ અને વૃદ્ધિ માટે પૂર્વશરત છે. આ ક્ષેત્રમાં અસંખ્ય અને અમર્યાદ સંભાવનાઓ છે, અને સરકાર ખાતરી કરવા માટે પ્રતિબદ્ધ છે કે તમે તમારી કુશળતા અને તમારા જ્ઞાનને મહત્તમ લાભ સુધી પહોંચાડી શકો જેથી આપણી સ્થાનિક હેલ્થ કેર સીસ્ટમ પરનું દબાણ દૂર કરી શકીએ.”

કિનોકે ઉમેર્યું હતું કે ‘’નવા ફાર્મસી ફંડિંગ કોન્ટ્રાક્ટ પર સમજૂતી પર આવવું એ સરકાર માટે “ટોચની પ્રાથમિકતા” છે. મેં કોમ્યુનિટી ફાર્મસી ઈંગ્લેન્ડ પાસેથી તેમના બિઝનેસીસ માટે નાણાં એકત્ર કરવામાં સેક્ટરને વધતી મુશ્કેલી વિશે સાંભળ્યું છે અને કોન્ટ્રાક્ટરોએ તેમના પર આધાર રાખતા દર્દીઓની સેવા ચાલુ રાખવા માટે તેમના બિઝનેસીસને ખુલ્લા રાખવા માટે ફરજ પડતી હોવાનું અનુભવ્યું છે. સરકાર તરીકે અમારું ધ્યેય એ છે કે અમારી હેલ્થ કેર સીસ્ટમને તેના પગ પર પાછી લાવવાનું અને ભવિષ્ય માટે યોગ્ય બનાવવાનું છે. પરંતુ આ એક રાષ્ટ્રીય મિશન છે જે આ રૂમમાં દરેક વ્યક્તિ સાથે, ફક્ત તમારી સાથે ભાગીદારીમાં જ પ્રાપ્ત કરી શકાય તેમ છે. હું તમારા ગતિશીલ અને ભવિષ્યનો વિચાર કરતા બિઝનેસના કૌશલ્યો, જ્ઞાન અને નિપુણતાને સ્વીકારવાની અમારી યોજનાઓને આગળ ધપાવીએ ત્યારે દેશભરના ફાર્માસિસ્ટ પાસેથી સાંભળવા અને તેમની સાથે કામ કરવા માટે આતુર છું.”

24 વર્ષથી કોમ્યુનિટી ફાર્માસિસ્ટના નવીન કાર્યો અને સમર્પણને ચેમ્પિયન કરતા ફાર્મસી બિઝનેસ એવોર્ડ્સ – ફાર્મસી બિઝનેસ મેગેઝીન અને એશિયન મીડિયા ગ્રુપ (AMG)ના એક્ઝિક્યુટિવ એડિટર શ્રી શૈલેષ સોલંકીએ સરકારને એનએચએસમાં લોર્ડ દરજીના તાજેતરના અહેવાલના તારણો સાંભળવા વિનંતી કરતાં કહ્યું હતું કે ‘’NHSમાં ફાર્માસિસ્ટની ક્લિનિકલ ભૂમિકા થકી પરિવર્તનની વિશાળ સંભાવના છે. પરંતુ કપરી વાસ્તવિકતા એ છે કે કોમ્યુનિટી ફાર્મસીઓ જોખમી સ્થિતિમાં છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં વિક્રમજનક સંખ્યામાં ફાર્મસીઓ બંધ થઈ રહી છે. હાલનો ફાર્મસી કોન્ટ્રેક્ટ  હેતુ માટે યોગ્ય નથી. ફાર્મસી નેટવર્કમાં ભંગાણ રાષ્ટ્રની હેલ્થ કેર સીસ્ટમ પર આપત્તિજનક અસર કરશે અને આપણા સમાજમાં અસ્તિત્વમાં રહેલી આરોગ્યની અસમાનતાઓને વધુ ઊંડી બનાવશે.”

શ્રી સોલંકીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘’કોમ્યુનિટી ફાર્મસીમાં દેશના સ્વાસ્થ્ય પડકારોને દૂર કરવામાં મદદ કરવાની વિશાળ ક્ષમતા છે અને તે પ્રાયમરી કેરના ઉકેલનો ભાગ બની શકે છે, પરંતુ આ માત્ર યોગ્ય ભંડોળ મોડલ દ્વારા જ પ્રાપ્ત કરી શકાય છે. નવી સરકાર પાસે આપણા દેશમાં હેલ્થ કેરમાં પરિવર્તન લાવવાની એક અનોખી તક છે અને તે સુનિશ્ચિત કરવાની જરૂર છે કે કોમ્યુનિટી ફાર્મસીને લાયક અને અત્યંત જરૂરી ભંડોળ પ્રાપ્ત કરે. એક મહત્વાકાંક્ષી ભંડોળનું સેટલમેન્ટ ખરેખર આ ક્ષેત્રની અજોડ સુલભતાનો ઉપયોગ કરી શકે છે.”

એવોર્ડ વિજેતાઓની ઘોષણા થઇ તે પહેલા, શ્યામલ સોલંકીએ ચેરિટી ‘ફાર્માસિસ્ટ સપોર્ટ’ના કાર્યો વિશે વાત કરી હતી અને કાર્યક્રમમાં – સાંજ દરમિયાન સાયલન્ટ ઓક્શન અને અન્ય પ્રવૃત્તિઓ દ્વારા નાણાં એકત્ર કરવામાં આવ્યા હતા.

આ એવોર્ડ સમારોહમાં કુલ 17 કોમ્યુનિટી ફાર્મસી એવોર્ડ્સ અને પાંચ પ્રોડક્ટ અને મેન્યુફેક્ચરર્સ એવોર્ડ આપવામાં આવ્યા હતા.

વિજેતાઓમાં,  સ્ટ્રધમની વેસ્ટબરી કેમિસ્ટના વોલે ઓસોસામીએ ફાર્મસી બિઝનેસ ઓફ ધ યર એવોર્ડ મેળવ્યો હતો. શ્રી ઓસોસામીને તેમના સ્થાનિક સમુદાયના હૃદયમાં કાર્યરત અસાધારણ ફાર્માસિસ્ટ તરીકે વર્ણવવામાં આવ્યા હતા, તેઓ તમામ હેલ્થ કેરની જરૂરિયાતો પૂરી કરી રહ્યા છે અને તેમની ફાર્મસી મધ્યરાત્રિ સુધી વર્ષના 365 દિવસ ખુલ્લી રહે છે. જજીસોએ જણાવ્યું હતું કે તેમની ફાર્મસી ખરેખર આરોગ્ય અને સુખાકારીનું કેન્દ્ર છે, દર્દીઓ માટે દરેક સમયે સુલભ છે.

ફાર્મસીની મોટી ડીસ્પેન્સરી અને પાંચ કન્સલ્ટેશન રૂમ ચોવીસેય કલાક કામ કરે છે અને ખાતરી રાખે છે કે દર્દીની શ્રેષ્ઠ સંભાળ અસરકારક રીતે અને વ્યક્તિગત સંભાળ સાથે આપવામાં આવે છે.

ઓસોસામીએ અદ્યતન ટેકનીકને સ્વીકારી છે, ડીસ્પેન્સીંગ પ્રોસેસને સંપૂર્ણપણે ઓટોમેટીંગ કરે છે અને લોકો સાથે વાતચીત કરવા માટે એક એપ્લિકેશન પણ વિકસાવી છે, જ્યાં દર્દીઓ ઇ-સ્ક્રીપ્ટ અપલોડ કરી શકે છે.

ધ ડિજિટલ ક્લિનિકલ સેફ્ટી કંપનીના યાસ્મીન કરસનને ફાર્મસી બિઝનેસ ઇન્સ્પાયરિંગ વુમન ઓફ ધ યર એવોર્ડ મળ્યો હતો.

જજીસે જણાવ્યું હતું કે કરસન ઇનોવેશનના એક વાસ્તવિક પાવરહાઉસ છે, જેમણે ફાર્મસીમાં AI અને તેના ઉપયોગો નેવિગેટ કરતા ફાર્મસી પ્રોફેશનલ્સને ટેકો આપવા માટે “ઇન્ટ્રોડક્શન ટુ AI” વર્કશોપ અને કોર્સ પણ વિકસાવ્યો છે.

આરોગ્યની અસમાનતાઓને સંબોધિત કરવા, સૌથી વધુ સંવેદનશીલ વસ્તી અને આરોગ્ય સાક્ષરતાના નીચા સ્તર પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે તેણીની ઊંડી પ્રતિબદ્ધતાએ કરસનને સોશિયલ મીડિયા માટે દર્દીઓને ટેકો આપવા અને “આરોગ્યના અંતર”ને દૂર કરવામાં મદદ કરવા માટે સ્પષ્ટ સામગ્રી વિકસાવી હતી.

વધુમાં, ક્લિનિકલ સેફ્ટી ઓફિસર તરીકે તેમણે હેલ્થ ટેક કંપનીઓ સાથે ડિજિટલ હેલ્થ સોલ્યુશન્સ વિકસાવ્યા છે, જે સામાજિક-આર્થિક સ્થિતિ અને વંશીયતાને ધ્યાનમાં લીધા વિના બધા માટે સુલભ બને છે.

ફાર્મસી બિઝનેસ કોમ્યુનિટી એવોર્ડ એલ્ડગેટમાં SAI ફાર્મસીના પ્રકાશ પટેલ અને એ કાશેમ રેહાનને મળ્યો હતો. તેમણે સંવેદનશીલ સમુદાયના સભ્યો, ખાસ કરીને વૃદ્ધો, વંશીય લઘુમતીઓ અને વિકલાંગ દર્દીઓને આરોગ્યસંભાળ મેળવવામાં જે અવરોધોનો સામનો કરવો પડે છે તેને ઓળખીને, બંનેએ બીપી તપાસ, સ્ક્રીનીંગ, રસીકરણ અને કન્સલ્ટેશનનો સમાવેશ કરવા માટે તેમની સેવાઓનો વિસ્તાર કર્યો છે.

AMGના સ્થાપક અને એડિટર-ઇન-ચીફ, સ્વર્ગસ્થ રમણીકલાલ સોલંકી CBEના માનમાં ‘રામ સોલંકી એડિટર્સ એવોર્ડ’ માઇકલ હોલ્ડનને આપવામાં આવ્યો હતો, જેઓ લગભગ પાંચ દાયકાથી કોમ્યુનિટી ફાર્મસીના મજબૂત હિમાયતી રહ્યા છે.

એવોર્ડ વિજેતાઓની યાદી

સિગ્મા ફાર્માસ્યુટિકલ્સના સહયોગથી કોમ્યુનિટી એવોર્ડ વિજેતા: પ્રકાશ પટેલ અને એ કાશેમ રેહાન, કોર્ડેવ લિમિટેડ, SAI ફાર્મસી, અલ્ડગેટ, લંડન

AAH ફાર્માસ્યુટિકલ્સના સહકારથી પેશન્ટ કેર ઇન ફાર્મસી એવોર્ડ વિજેતા: પ્રિતી પંચમતિયા હોવલેટ્સ ફાર્મસી રૂઈસ્લિપ, મિડલસેક્સ

બેસ્ટવે મેડહબના સહયોગથી ફાર્મસી ટેકનોલોજી એવોર્ડ વિજેતા: પૂર્વી શાહ, પ્રોકેર ફાર્મસી, સ્ટેનમોર, મિડલસેક્સ

Teva UK ના સહયોગથી સસ્ટેનેબલ ફાર્મસી ઓફ ધ યર વિજેતા: ઈરફાન ફઝલ, ક્રિસ્ટલ ફાર્મસી

બ્રિસ્ટોલ લેબોરેટરીઝના સહયોગથી ફાર્મસી ટીમ ઓફ ધ યર એવોર્ડ વિજેતા: ટોટી ફાર્મસી, ગ્રીનવિચ, લંડન

એસ્પાયર ફાર્માના સહયોગથી એસ્પાયર ફાર્મસી લીડર ઓફ ધ યર વિજેતા: રચના છત્રાલિયા, ડે લુઈસ ગ્રુપ

સિપ્લાના સહયોગથી ફાર્મસી ડેવલપમેન્ટ એવોર્ડ વિજેતા: મેડીહબ ફાર્મસી, પોન્ટાર્ડડુલૈસ, સ્વૉન્સી

રેકીટ ફર્મસીહબના સહયોગથી ફાર્મસી આસિસ્ટન્ટ ઓફ ધ યર એવોર્ડ વિજેતા: શાજેદા ઇસ્લામ નિપુ, જયફાર્મ કેમિસ્ટ, લંડન

બ્રાઉન એન્ડ બર્કના સહયોગથી ઇન્ડીપેન્ડન્ટ પ્રિસ્ક્રાઇબર ઓફ ધ યર એવોર્ડ વિજેતા: રોબર્ટ ટાઉનસેન્ડ, એશિંગ્ટન વે ફાર્મસી, વેસ્ટલીયા, સ્વિંડન

ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સના સહયોગથી પબ્લિક હેલ્થ ફાર્માસિસ્ટ ઓફ ધ યર એવોર્ડ વિજેતા: શેનન જોન્સ અને રોસ વિલિયમ્સ, સિનોન ફાર્મસી, એબરસિનોન, વેલ્સ

વોકહાર્ટના સહયોગથી ફાર્મસી ગ્રુપ ઓફ ધ યર એવોર્ડ વિજેતા: બાધમ ફાર્મસી, ગ્લૉસ્ટરશાયર

ન્યુમાર્કના સહયોગથી ક્લિનિકલ એક્સેલન્સ એવોર્ડ વિજેતા: બાબાટુન્ડે સોકોયા, TSGK એન્ટરપ્રાઇઝ લિમિટેડ T/A ઇસ્ટર ફાર્મસી, બકહર્સ્ટ હિલ, એસેક્સ

હેલીઓન સાથેના સહયોગમાં કોમ્યુનિટી ફાર્મસી હીરોઝ એવોર્ડ વિજેતા: ઝેશાન રહેમાની, MCR હેલ્થ લિમિટેડ T/A માન્ચેસ્ટર ફાર્મસી એન્ડ હેલ્થ ક્લિનિક, માન્ચેસ્ટર

એલાયન્સ હેલ્થકેરના સહયોગમાં એન્ટરપ્રાઇઝ એવોર્ડ વિજેતા: અમરજીત સિંહ, શેરો ગ્રીન ફાર્મસી, ફુલવુડ, પ્રેસ્ટન

સેન્ડોઝના સહયોગથી મલ્ટીપલ ફાર્મસી ઓફ ધ યર એવોર્ડ વિજેતા: આસ્ડા ફાર્મસી, લોઅર અર્લી, અર્લી, રેડીંગ

ક્રેસન્ટ ફાર્માના સહયોગથી ઇન્સ્પાયરિંગ વુમન ઓફ ધ યર એવોર્ડ વિજેતા: યાસ્મીન કરસન, ડિજિટલ ક્લિનિકલ સેફ્ટી કંપની.

ફાર્મસી બિઝનેસ ઓફ ધ યર એવોર્ડ વિજેતા: વોલે ઓસોસામી, વેસ્ટબરી કેમિસ્ટ, સ્ટ્રેધમ, લંડન

OTC બ્રાન્ડ ઈમ્પેક્ટ એવોર્ડ વિજેતા: એલેવીયા, સનોફી

ઇનોવેશન ઇન જેનરિક એવોર્ડ વિજેતા: ફ્લુડ્રોકોર્ટિસોન, એસ્પાયર ફાર્મા

બ્રાન્ડેડ મેન્યુફેક્ચરર ઓફ ધ યર એવોર્ડ વિજેતા: હેલીઓન

જેનરિક મેન્યુફેક્ચરર ઓફ ધ યર એવોર્ડ વિજેતા: ટેવા

રામ સોલંકી એડિટર એવોર્ડ વિજેતા: માઈકલ હોલ્ડન, સહ-સ્થાપક, ફાર્મસી કમ્પલીટ

LEAVE A REPLY