Oshwal Association UK Dehrasar

નવનાત વણિક એસોસિએશન (યુકે) દ્વારા પર્યુષણ પર્વની ઉજવણી

નવનાત વણિક એસોસિએશન (યુકે) દ્વારા પર્યુષણ પર્વની ઉજવણીનું આયોજન શનિવાર 31મી ઓગસ્ટથી શનિવાર 7મી સપ્ટેમ્બર 2024 સુધી નવનાત સેન્ટર, પ્રિન્ટિંગ હાઉસ લેન, હેઇઝ UB3 1AR ખાતે કરવામાં આવ્યું છે. પર્યુષણ દરમિયાન રાજકોટના પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશન અને યુએસએમાં પીસ ઓફ માઈન્ડ યોગિક સેન્ટરના સ્થાપક સમન શ્રુતપ્રજ્ઞાજીનો લાભ મળશે.

નવનાત સેન્ટર ખાતે સ્થાનકવાસી, દેરાવાસી અને ઇંગ્લિશ પર્યુષણનું આયોજન તા. 31થી 7 સુધી કરવામાં આવ્યું છે. રોજ સ્થાનકવાસી પ્રતિક્રમણ માટે સાંજે 6.30થી 7.55 વાગ્યા સુધી ઝૂમ પર (મીટિંગ ID: 865 0978 0099 પાસકોડ: svp2024) લોગ ઇન કરી શકાશે. દહેરાવાસી પ્રતિક્રમણ માટે રોજ સાંજે 6.15 થી 7.55 વાગ્યા સુધી ઝૂમ પર (મીટિંગ ID: 941 8156 3960 પાસકોડ: dvp2024) લોગ ઇન કરી શકાશે. મેહુલ સંઘરાજકા દ્વારા ઇંગ્લિશમાં પ્રતિક્રમણ અને વાર્તાલાપનો લાભ લેવા માટે તા. 31, 1 અને 6ના રોજ સાંજે 6.45થી ઝૂમ (મીટિંગ ID: 994 5979 2383 પાસકોડ: english) લોગ ઇન કરવું.

મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી રવિવાર 1લી સપ્ટેમ્બર 2024ના રોજ થશે. ગાયક અને ગીતકાર પ્રિયેશ શાહ તા. 31, 1 અને 6ના રોજ સંગીત અને ભક્તિનો લાભ આપશે.

સંવત્સરી પ્રતિક્રમણ તા. 7મી સપ્ટેમ્બરે 4.15 કલાકે દહેરાવાસીઓ માટે અને 5.15 કલાકે સ્થાનકવાસી માટે થશે. ગુરુવારે 5મી સપ્ટેમ્બરે રાત્રે 8-45 કલાકે તપસ્વી સન્માન થશે. તા. 8ના રોજ સવારે 10-30થી 12 તપસ્વી પારણા થશે. તા. 22 બપોરે 12 કલાકે પ્રીતિભોજન થશે. સંપર્ક: જસવંત દોશી 07877 372 825, ભુપેન્દ્ર શાહ 07944 532 780.

મહાવીર ફાઉન્ડેશન દ્વારા પર્યુષણ પર્વનું આયોજન

મહાવીર ફાઉન્ડેશન દ્વારા પર્યુષણ પર્વનું આયોજન આગામી તા. 31 ઓગસ્ટથી તા. 8 સપ્ટેમ્બર દરમિયાન કરવામાં આવ્યું છે. દહેરાસર ખોલવાનો સમય પર્યુષણ દરમિયાન રોજ સવારે 7 થી રાત્રે 9 વાગ્યા સુધીનો રહેશે. રોજ સવારે 555 કેન્ટન રોડ, HA3 9RS ખાતે આવેલ દહેરાસર ખાતે હર્ષિલ અને મોક્ષિતના વ્યાખ્યાનનો લાભ મળશે અને રોજ સાંજે પ્રતિક્રમણ અને ભાવનાનો લાભ કિંગ્સબરી હાઇસ્કૂલ NW9 9AA ખાતે મળશે. તા. 4 સપ્ટેમ્બરના રોજ સાંજે 5 વાગે બુધવારે હેરો લેઝર સેન્ટર, ક્રાઈસ્ટચર્ચ એવન્યુ, હેરો HA3 5BD ખાતે સ્વામી વાત્સલ્ય અને તે પછી પ્રતિક્રમણનો લાભ મળશે. તા. 7ના રોજ સાંજે 4 કલાકે JFS સ્કૂલ ધ મોલ, હેરો HA3 9TE ખાતે સંવત્સરી પ્રતિક્રમણનો લાભ મળશે.

તા. 8ના રોજ રવિવારે સવારે 9.30 કલાકે તપસ્વી પારણા ઉત્સવ, સાંજી, તપસ્વી બહુમાન અને સાંજે સ્વામી વાત્સલ્યનો લાભ ખાતે JFS સ્કૂલ ધ મોલ, હેરો HA3 9TE ખાતે મળશે. પ્રમુખ નિરજ સુતરીયા અને ટીમ એમ.એફ. સંપર્ક: દહેરાસર – 020 8206 1659 અને રાજેન શાહ 07770 642 786.

મહાવીર ફાઉન્ડેશન દ્વારા સ્થાનકવાસી પર્યુષણ પર્વનું આયોજન

મહાવીર ફાઉન્ડેશન દ્વારા તા. 1 થી 8 સપ્ટેમ્બર દરમિયાન સ્થાનકવાસી પર્યુષણ પર્વે પ્રતિક્રમણનું આયોજન સાંજે 6.30થી 8 દરમિયાન કિંગ્સબરી હાઇસ્કૂલ NW9 9AA ખાતે કરવામાં આવ્યું છે. તા. 4ને બુધવાર પ્રતિક્રમણ રાત્રે 8 કલાકે હેરો લેઝર સેન્ટર, ક્રાઈસ્ટચર્ચ એવન્યુ, હેરો HA3 5BD ખાતે થશે. તા. 7ને શનિવારે JFS સ્કૂલ ધ મોલ, હેરો HA3 9TE ખાતે પ્રતિક્રમણ થશે. સ્થાનકવાસી પ્રતિક્રમણ માટે સંપર્ક સચિન શાહ: 07825 894055.

જૈન સમાજ યુરોપ, લેસ્ટર ખાતે પર્યુષણ પર્વનું આયોજન

જૈન સમાજ યુરોપ, 32, ઓક્ષફર્ડ સ્ટ્રીટ, લેસ્ટર LE1 5XU ખાતે શ્વેતામ્બર અને સ્થાનકવાસી પર્યુષણ પર્વનું આયોજન શનિવાર તા. 31 ઓગસ્ટથી શનિવાર તા.  7 સપ્ટેમ્બર દરમિયાન કરવામાં આવ્યું છે. બુધવાર તા. 4ના રોજ સાંજે 5:30થી  6:45 સ્વામી વાત્સલ્યનો લાભ મળશે. રવિવાર તા. 8ના રોજ તપસ્વી પારણાનું આયોજન કરાયું છે. કાર પાર્કિંગ મળશે. સંપર્ક: શ્રીમતી ઉષા મહેતા 0044 7440 056 701 અથવા વેબસાઇટ: www.jaincentreleicester.com

ઓશવાલ એસોસિએશન ઓફ યુકે દ્વારા પર્યુષણ પર્વની ઉજવણી

ઓશવાલ એસોસિએશન ઓફ યુકે દ્વારા તા. 31મી ઓગસ્ટથી 7મી સપ્ટેમ્બર 2024 દરમિયાન સંસ્થાના વિવિધ સેન્ટર્સ ખાતે પર્યુષણ પર્વની ઉજવણી રૂબરૂમાં અને વર્ચ્યુઅલ બંને રીતે કરવામાં આવશે. વિવિધ OAUK સેન્ટર્સમાં થતી પ્રવૃત્તિઓની વધુ માહિતી માટે જુઓ https://oshwal.org.uk/paryushan-2024/

પૂજ્ય શ્રી જયેશભાઈ દરરોજ સવારે 11 થી 1 વાગ્યા સુધી પ્રવચન આપશે. જેને ઓશવાલ યુટ્યુબ ચેનલ પર જીવંત જોઇ શકાશે.

 

 

LEAVE A REPLY