મોદીએ કિવમાં 'ઓએસિસ ઓફ પીસ' પાર્કમાં સ્થિત મહાત્મા ગાંધીની પ્રતિમા પર જઇને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. (ANI Photo)

રાજધાની કીવ પહોંચ્યા પછી તરત મોદીએ નેશનલ મ્યુઝિયમ ઑફ હિસ્ટ્રીમાં બાળકો પર મલ્ટીમીડિયા માર્ટીરોલોજી એક્પોઝિનની મુલાકાત લીધી હતી. મોદીએ બાળકોના મોત અંગે  દુ:ખ વ્યક્ત કર્યું હતું અને તેમની યાદમાં એક રમકડું મૂક્યું હતું. ઝેલેન્સકી અને મોદી એકબીજાને ભેટ્યા હતા અને અને હાથ મિલાવ્યા હતાં.

ઝેલેન્સકી સાથેની વાતચીત પહેલા મોદીએ કિવમાં ‘ઓએસિસ ઓફ પીસ’ પાર્કમાં સ્થિત મહાત્મા ગાંધીની પ્રતિમા પર જઇને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. મોદીએ એક સુમેળભર્યા સમાજના નિર્માણમાં ગાંધીના શાંતિના સંદેશની કાલાતીત સુસંગતતા પર ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે મહાત્મા ગાંધી દ્વારા ચીંધવામાં આવેલ માર્ગ વર્તમાન સમયમાં વૈશ્વિક પડકારોનો ઉકેલ આપે છે. અગાઉ કિવમાં ઇન્ડિયન કમ્યુનિટીના સભ્યોએ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

 

LEAVE A REPLY