નોર્થ વેસ્ટ લંડનના રેનર્સ લેન ખાતે આવેલ ક્લબ 2000 રેસ્ટોરન્ટના માલિકો શ્રી હેમુ પટેલ અને શ્રીમતી સંધ્યા પટેલની 43 વર્ષની પુત્રી પાયલ પટેલનું આકસ્મિક અવસાન થતાં લંડનના ગુજરાતી સમુદાયને કરો આઘાત લાગ્યો છે.

સદગતના આત્માની શાંતિ અર્થે અને શ્રધ્ધાંજલિ આપવા 2જી ડિસેમ્બરના રોજ સતાવીસ પાટીદાર કેન્દ્ર ખાતે શોકસભા યોજાઈ હતી જેમાં 800થી વધુ લોકોએ દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ આપી શોકગ્રસ્ત પરિવારને સાંત્વન આપ્યું હતું.

સ્વર્ગસ્થ પાયલના અંતિમ સંસ્કાર ગુરુવાર, 5મી ડિસેમ્બરના રોજ બપોરે 1 કલાકે ચિલ્ટર્ન્સ ક્રિમેટોરિયમ વ્હીલ્ડન લેન, એમરશામ HP7 0ND ખાતે સંપન્ન થશે.

LEAVE A REPLY