REUTERS/Azamat Sarsenbayev

આઝરબૈજાન એરલાઇન્સનું 60 મુસાફરો સાથેનું એક પેસેન્જર પ્લેન કઝાકિસ્તાનના અક્તાઉ શહેરની નજીક ક્રેશ થયું હતું. ક્રેશ લેન્ડિંગ પછી વિમાનમાં ભયંકર આગ ફાટી નીકળી હતી. વિમાન આઝરબૈજાનની રાજધાની બાકુથી રશિયાના ચેચન્યાના ગ્રોન્ઝની જઈ રહ્યું હતું, પરંતુ ગ્રોઝનીમાં ધુમ્મસને કારણે તે પરત ફર્યું હતું.

જોકે વિમાન ખુલ્લા મેદાનોમાં ક્રેશ થયા હતા અને આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટના એરપોર્ટ નજીક થયો હતો. વિમાને ઇમરજન્સી લેન્ડિંગ માટે વિનંતી કરી હતી અને હવામામાં કેટલાંક ચક્કર લગાવ્યા હતા. આ પછી તે ક્રેશ થયું હતું.

પાંચ ક્રૂ સભ્યો સાથે 62 મુસાફરો વિમાનમાં સવાર હતાં અને અહેવાલો મુજબ કે કેટલાક લોકો દુર્ઘટનામાં બચી ગયા છે.ક્રેશ સાઇટ પર એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી. વિમાનના પાછળના છેડે સ્થિત ઇમરજન્સી એક્ઝિટમાંથી લોકો ઉતરા દેખાયા હતાં.

 

LEAVE A REPLY