વોશિંગ્ટન એરપોર્ટ નજીક 64 પેન્સેજર સાથેનું અમેરિકન એરલાઈન્સનું પ્રાદેશિક જેટ બુધવાર, 29 જાન્યુઆરીની રાત્રે આર્મીના બ્લેક હોક હેલિકોપ્ટર સાથે અથડાતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ વિમાન રેગન વોશિંગ્ટન નેશનલ એરપોર્ટ નજીક પોટોમેક નદીમાં ક્રેશ થયું હતું. આ દુર્ઘટનમાં 60થી વધુ લોકોના મોતની આશંકા છે.
પોટોમેક નદીમાંથી ઓછામાં ઓછા 28 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યાં હતા. આ દુર્ઘટના વ્હાઇટ હાઉસથી માત્ર 5 કિમી દૂર સર્જાઈ હતી. ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયાના ફાયર ચીફ જોન ડોનેલીએ ગુરુવારની પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આ સમયે કોઈ બચી ગયું હોય તેવું અમને લાગતું નથી. નદીમાંથી અત્યાર સુધીમાં 28 મૃતદેહો મળી આવ્યા છે. અમે તમામ મૃતદેહોને શોધવા અને તેમના પ્રિયજનો સાથે પુનઃમિલન કરવા માટે કામ કરીશું.
અમેરિકન એરલાઈન્સે પુષ્ટિ કરી હતી કે જેટમાં 60 મુસાફરો અને ચાર ક્રૂ મેમ્બર સવાર હતાં. એક અમેરિકી અધિકારીએ જણાવ્યું હતું કે ટ્રેનિંગ ફ્લાઇટ પરના આ હેલિકોપ્ટરમાં ત્રણ સૈનિકો સવાર હતાં.
ફ્લાઇટના મુસાફરોમાં આઇસ સ્કેટર, કુટુંબીજનો અને કોચ હતા, જેઓ કેન્સાસની ઇવેન્ટમાંથી પરત આવી રહ્યાં હતા. તેમાં રશિયનમાં જન્મેલા ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન યેવજેનિયા શિશ્કોવા અને વાદિમ નૌમોવનો સમાવેશ થાય છે.
વિઝ્યુઅલોએ દેખાય કે પ્લેન અને હેલિકોપ્ટર વોશિંગ્ટનની પોટોમેક નદીમાં ધડાકાભેર તૂટી પડ્યા હતાં. અમેરિકન ઇગલ ફ્લાઇટ 5342 60 મુસાફરો અને ચાર ક્રૂ સભ્યો સાથે કેન્સાસથી વોશિંગ્ટન ડીસી જઈ રહી હતી, જ્યારે બ્લેકહોક હેલિકોપ્ટર ત્રણ સૈનિકો સાથે પ્રશિક્ષણ ઉડાન પર હતું.
ફેડરલ એવિએશન ઓથોરિટી (FAA)એ જણાવ્યું હતું કે PSA એરલાઇન્સ દ્વારા સંચાલિત ફ્લાઇટ સ્થાનિક સમય અનુસાર રાત્રે 9 વાગ્યે (0200 GMT) લેન્ડિંગ માટે એરપોર્ટ પર પહોંચતી વખતે સિકોર્સ્કી UH-60 હેલિકોપ્ટર સાથે અથડાઈ હતી.
ઇમરજન્સી સ્ટાફ પોલીસ સાથે એક્શનમાં આવ્યો હતો અને કહ્યું હતું કે બહુવિધ એજન્સીઓ ક્રેશ સાઇટ પર રાહત અને બચાવની કામગીરી કરી રહી છે.
FAAએ રોનાલ્ડ રીગન નેશનલ એરપોર્ટ પર તમામ ફ્લાઇટ્સના ઉડાન પર રોક મૂકવામાં આવતી હતી. સ્થાનિક મીડિયા અહેવાલો મુજબ કે પોલીસે પોટોમેક નદીમાંથી ઓછામાં ઓછા 18 મૃતદેહો બહાર કાઢ્યા છે.પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે તેમને ભયંકર અકસ્માત વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે અને તે અકસ્માતને રોકી શકાયો હોત.