પેરિસ ઓલિમ્પિક્સમાં મહિલાઓની 25 મીટર પિસ્તોલની ફાઇનલ સ્પર્ધામાં ભારતની મનુ ભાકર ઇતિહાસ રચવાનું ચૂકી ગઇ હતી. તે ફાઈનલમાં ચોથા નંબર પર રહી ગઇ હતી. મનુ આ ઓલમ્પિકમાં અત્યાર સુધીમાં બે મેડલ જીતી ચૂકી છે, પરંતુ શનિવારે ત્રીજો મેડલ જીતી શકી નહોતી. આ સ્પર્ધામાં સાઉથ કોરિયાની યાંગને ગોલ્ડ, ફ્રાન્સની કેમિલીને સિલ્વર અને હંગેરીની વેરોનિકાને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. મનુ પ્રથમ સિરીઝમાં ત્રણ શોટ ચૂકી ગઈ, તે પછી, બીજી અને ત્રીજી સિરીઝમાં એક-એક શોટ ચૂકી ગઈ. જ્યારે ચોથી શ્રેણીમાં, મનુ ફરીથી બે શોટ ચૂકી ગઈ.

LEAVE A REPLY