ANI Photo/Team India-X)
રવિવારે ભારતની પુરૂષોની હોકી ટીમે પેરિસ ઓલિમ્પિક્સમાં ક્વાર્ટર ફાઈનલમાં બ્રિટનને પેનાલ્ટી શૂટાઉટમાં 4-2થી હરાવી સેમિફાઈનલમાં પોતાનું સ્થાન અને મેડલની સંભાવના નિશ્ચિત કર્યા હતા. એ પહેલા, પ્રિ કવાર્ટર ફાઈનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું.
બ્રિટન સામેના મુકાબલામાં હાફ ટાઈમે બન્ને ટીમો 1-1થી બરાબરીમાં હતી. પેનાલ્ટી શૂટાઉટમાં ભારતે સતત ચાર ગોલ કર્યા હતા, તો બ્રિટિશ ખેલાડીઓ ફક્ત બે ગોલ કરી શક્યા હતા. આ રીતે, ગોલકીપર શ્રીજેસ મેચનો નાયક રહ્યો હતો. મેચના રાબેતા મુજબના સમયમાં ભારત તરફથી સુકાની હરમનપ્રીતે 22મી મિનિટે ગોલ કર્યો હતો. પેરિસ ઓલિમ્પિક્સમાં આ તેનો સાતમો ગોલ હતો. બ્રિટને આ અગાઉ સીઓલમાં 1988માં પશ્ચિમ જર્મનીને 3-1થી હરાવીને ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો.

LEAVE A REPLY