(Photo by Gareth Copley/Getty Images)
બાંગ્લાદેશની ટીમ આ મહિને ભારતના પ્રવાસે જઈ રહી છે અને સીરીઝના આરંભે બે ટેસ્ટ મેચ તથા એ પછી ત્રણ ટી-20 મેચ રમવાની છે. ભારતે પ્રથમ ટેસ્ટ મેચ માટેની ટીમની જાહેરાત કરી દીધી છે.
19 સપ્ટેમ્બરથી ચેન્નાઈમાં શરૂ થનારી આ પ્રથમ ટેસ્ટ મેચ માટેની 16 સભ્યોની ટીમમાં વિકેટકીપર બેટર ઋષભ પંત અને ધ્રુવ જુરેલની વાપસી થઈ છે, તો ફાસ્ટ બોલર યશ દયાલનો પહેલીવાર ભારતીય ટીમમાં સમાવેશ કરાયો છે. મોહમદ સામીનો સમાવેશ કરાયો નથી. ઈંગ્લેન્ડ સામેની છેલ્લી સીરીઝમાં રમ્યા નહોતા તે કે. એલ. રાહુલ અને વિરાટ કોહલીનો પણ સમાવેશ કરાયો છે.
દુલીપ ટ્રોફી નહીં રમનારા 6 ખેલાડીઓને ટીમમાં તક અપાઈ છે, જેમાં સુકાની રોહિત શર્મા, વિરાટ કોહલી, રવીન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજનો સમાવેશ થાય છે. કોહલી સિવાય તમામ પાંચ ખેલાડીઓ આ વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝમાં રમ્યા હતા.
પ્રથમ ટેસ્ટ ચેન્નાઈમાં અને બીજી ટેસ્ટ 27 સપ્ટેમ્બરથી કાનપુરમાં રમાશે. 6, 9 અને 12 ઓક્ટોબરે 3 T-20 રમાશે. આ મેચ ગ્વાલિયર, દિલ્હી અને હૈદરાબાદમાં યોજાશે.
પ્રથમ ટેસ્ટની ટીમઃ
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કે. એલ. રાહુલ, સરફરાઝ ખાન, ઋષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, જસપ્રિત બુમરાહ અને યશ દયાલ.

LEAVE A REPLY