ભારતના સ્ટાર બિલિયર્ડ્સ ખેલાડી પંકજ અડવાણીએ પ્રતિષ્ઠિત સોંઘે સિંગાપોર ઓપનનો બિલિયર્ડ્સનો ખિતાબ રવિવારે હાંસલ કર્યો હતો. તેણે સ્થાનિક ખેલાડી જેડન ઓંગને 5-1થી હરાવી મેળવીને ટાઈટલ પોતાના નામે કર્યું હતું.
પકંજે અગાઉ રોમાંચક ક્વાર્ટર ફાઈનલમાં આઈબીએસએફ વર્લ્ડ સ્નૂકર ચેમ્પિયન, થાઈલેન્ડના દેચાવત પૂમજાએંગને 4-થી હરાવ્યો હતો. ફાઈનલમાં પંકજે મક્કમ પ્રારંભ સાથે પ્રથમ બે ફ્રેમ જીતીને 2-0ની સરસાઈ મેળવી હતી. ત્રીજી ફ્રેમમાં પંકજે પોતાની લય જાળવતા ઊંચો સ્કોર હાંસલ કર્યો હતો.
જો કે ઓંગે રેસમાં ટકી રહેવા જોર લગાવ્યું હતું અને ત્રીજી ફ્રેમ જીતવામાં તે સફળ રહ્યો હતો. ચોથી ફ્રેમમમાં પંકજે શાનદાર રમત દર્શાવી વિજય મેળવ્યો હતો જ્યારે અંતિમ અને પાંચમી ફ્રેમ પણ 74-6થી જીતીને અડવાણીએ ખિતાબ પોતાના નામે કર્યો હતો. નવેમ્બરમાં પંકજ અડવાણી દોહા ખાતે વર્લ્ડ બિલિયર્ડ્સનું ટાઈટલ ડીફેન્ડ કરવા રમશે.