BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, લંડન ખાતે 14 અને 15 ડિસેમ્બર 2024ના રોજ પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજની 103મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. વિકેન્ડમાં યોજાયેલ આ બે કાર્યક્રમોમાં લાઇવ સાંસ્કૃતિક પ્રદર્શન, જ્ઞાનપ્રદ પ્રેઝન્ટેશન અને પ્રવચનો સાથે પ્રમુખસ્વામી મહારાજના સંત ગુણો, દૈવી જીવન અને કાલાતીત વારસાનું સન્માન કરવા હજારો લોકો ઉપસ્થિત રહ્યા હતા.
ઉજવણીની શરૂઆતમાં પ્રમુખસ્વામી મહારાજના ઉમદા ગુણોને ઉજાગર કરતા કીર્તન સાથે બાળકો દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. તે પછી તેમના નિઃસ્વાર્થ જીવન અને નોંધપાત્ર યોગદાનને દર્શાવતા વિડિયો પ્રેઝન્ટેશન સાથે વિશ્વના નેતાઓ દ્વારા તેમની પ્રસંશા કરતા વિડિયો રજૂ કરાયા હતા.
થીમ, ‘રીડીસ્કવરી ઑફ પ્રમુખ સ્વામી મહારાજ’, પ. પૂ. મહંત સ્વામી મહારાજના વ્યક્તિગત અવલોકનો અને અનુભવો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમ કે તેમના પુસ્તક, ‘જેવા મેં નિરખ્યા 4’માં તેની વિગતવાર માહિતી છે.
સંતોની એક પેનલે પ્રમુખ સ્વામી મહારાજની શક્તિ અને પ્રતીતિ, ખાસ કરીને જીવલેણ બિમારીવાળા બાળકો માટેના તેમના સમર્થન અને અંતિમ ક્ષણોમાં વરિષ્ઠ ભક્તો દ્વારા અનુભવાયેલા આધ્યાત્મિક આનંદ વિશે વિગતવાર વર્ણન કર્યું હતું.
સંતો અને યુવાનો દ્વારા રજૂ કરાયેલ સંગીતમય શ્રદ્ધાંજલિએ પ્રમુખસ્વામી મહારાજના ભગવાન સાથેના શાશ્વત જોડાણ અને મુશ્કેલીઓ છતાં તેમની અતૂટ ભક્તિને છટાદાર રીતે સમજાવી હતી.
અંતિમ સમારોહ માટે, મહંત સ્વામી મહારાજે પ્રમુખસ્વામી મહારાજની પુનઃશોધને તેમની અંગત લાગણીઓ સાથે ફળીભૂત કરી હતી જે ખાસ કરીને આ પ્રસંગ માટે બનાવવામાં આવેલ વિડીયો રેકોર્ડીંગમાં કેદ કરવામાં આવી હતી.
બાળકો દ્વારા રંગારંગ નૃત્ય સાથે ઉજવણીનું સમાપન વાતાવરણને ભક્તિ અને આદરથી ભરી દીધું હતું.