પ્રતિકાત્મક તસવીર (istockphoto)

અમેરિકાના અધિકારીઓએ તુર્કમેનિસ્તાન ખાતેના પાકિસ્તાનના રાજદૂતને પ્રવેશ આપવાનો ઇનકાર કર્યો હતો અને તેમને લોસ એન્જલસથી દેશનિકાલ કર્યા હતાં. રાજદૂત કે કે વાગન પાસે પાસે માન્ય યુએસ વિઝા અને તમામ જરૂરી મુસાફરી દસ્તાવેજો હતાં. તેમને યુએસ ઇમિગ્રેશન અધિકારીઓએ લોસ એન્જલસ એરપોર્ટ પર અટકાવ્યાં હતાં.

વિદેશ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે રાજદૂત કે કે વાગનને અમેરિકામાંથી દેશનિકાલ કરવામાં આવ્યા હતા. તેમની સામે ઇમિગ્રેશન સત્તાવાળાને વાંધો હતો જેના કારણે તેમને દેશનિકાલ કરાયા હતાં. અધિકારીઓએ તેમને તેમના છેલ્લા પ્રસ્થાન પોર્ટ પર પાછા ફરવાની ફરજ પાડી હતી, જેના કારણે રાજદ્વારી પ્રોટોકોલ અને નિર્ણયના સ્વરૂપ અંગે ચિંતાઓ ઉભી થઈ હતી.

વિદેશ કાર્યાલયે પુષ્ટિ આપી કે આ રાજદૂત ખાનગી મુલાકાતે અમેરિકા ગયા હતાં.વિદેશ મંત્રાલય આ મામલાની તપાસ કરી રહ્યું હતું અને તપાસ ચાલી રહી હતી.અગાઉ, સૂત્રોએ જણાવ્યું હતું કે યુએસ ઇમિગ્રેશન સિસ્ટમે “વિવાદાસ્પદ વિઝા સંદર્ભો”નો એલર્ટ આપ્યો હતો. વાગન એક અનુભવી રાજદ્વારી છે જેમને પાકિસ્તાનની વિદેશ સેવામાં બહોળો અનુભવ છે.પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, વાગનને સ્થિતિની સ્પષ્ટતા કરવા ઇસ્લામાબાદ પાછા બોલાવવામાં આવે તેવી શક્યતા છે

LEAVE A REPLY