કોલકાતામાં મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ અને તેની હત્યા પછી ભારતભરમાં આક્રોશ છે, ત્યારે વિવિધ પદ્મ પુરસ્કારથી સન્માનિત દેશના 70થી વધુ ડોકટરોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને મેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલા કર્મચારીઓ સામે વધી રહેલી હિંસા અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે વડા પ્રધાનને આ ગંભીર મુદ્દે કડક પગલાં લેવા વિનંતી કરી છે. ડોકટરો દ્વારા લખવામાં આવેલા પત્રમાં અત્યારના કાયદા હેઠળ ડોકટરો અને અન્ય આરોગ્ય કર્મચારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા વિનંતી કરવામાં આવી છે. નાગરિક પુરસ્કારોથી સન્માનિત આ ડોકટરોએ વડાપ્રધાનને વિનંતી કરી છે કે સમય વિતી ગયા પછી સ્થિતિ સામાન્ય થઈ જાય છે, પણ પછી આ મુદ્દાને ભૂલવો જોઈએ નહીં. આ મુદ્દા પર બોલવાની પણ અમારી જવાબદારી છે અને નાગરિકોની તરફેણમાં યોગ્ય પગલાં લેવા જોઈએ.
વડાપ્રધાનને સંબોધિત પત્ર પર હસ્તાક્ષર કરનારાઓમાં ડો. હર્ષ મહાજન, ડો. અનૂપ મિશ્રા, ડો. મોહસીન વાલી, ડો. પ્રદીપ ચૌબે, ડો. અશોક સેઠ, ડો. રણદીપ ગુલેરિયા, ડો. બલરામ ભાર્ગવ, ડો. શિવ કુમાર, ડો. યશ ગુલાટી, આયુર્વેદાચાર્ય અને ડો. દેવેન્દ્ર ત્રિગુણાનો પણ સમાવેશ થાય છે.
આરજી કાર હોસ્પિટલમાં રાત્રે તોડફોડના કેસમાં વધુ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે ધરપકડ કરાયેલા આરોપીઓની કુલ સંખ્યા 37 પર પહોંચી છે.

LEAVE A REPLY