દિલ્હી સહિત ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી અને ગાઢ ધુમ્મસને કારણે 400થી વધુ ફ્લાઇટ્સને અસર થઇ હતી. ગાઢ ધુમ્મસને કારણે અનેક વિસ્તારોમાં દૃશ્યતા ઓછી થઇ હોવાથી વાહનવ્યવહાર ખોરવાયો હતો. આવા વાતાવરણને લીધે દિલ્હીના કેટલાક વિસ્તારોમાં દૃશ્યતાની સ્થિતિ ઘટીને શૂન્ય થઈ ગઈ છે. આ અંગે અધિકારીઓએ જણાવ્યું છે કે, ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (IGIA) પર 400થી વધુ ફ્લાઈટ્સ મોડી પડી હતી, પરંતુ કોઈપણ ફ્લાઇટને ડાયવર્ઝન અપાયું ન હતું. દિલ્હીના એરપોર્ટ પર ધુમ્મસ સતત છવાયેલું રહ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે એરપોર્ટ પર દૃશ્યતા ઘટી હોવાથી તમામ રનવેઝનું CAT III હેઠળ સંચાલન થઇ રહ્યું છે.

 

LEAVE A REPLY