ગુજરાત વિવિધ વેટલેન્ડ્સ સ્વરૂપે અમૂલ્ય કુદરતી વારસો ધરાવે છે,જે રાજ્યના પર્યાવરણીય સ્વાસ્થ્ય, જૈવવિવિધતા અને અર્થતંત્રમાં નોંધપાત્ર યોગદાન આપે છે. દેશના તમામ વેટલેન્ડનો કુલ ક્ષેત્રફળનો ૨૧ ટકા હિસ્સો ગુજરાતનો છે જે અન્ય રાજ્યો કરતા સૌથી વધુ છે. ગુજરાતના વેટલેન્ડ્સ ૩.૫ મિલિયન હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા છે, જે ગુજરાતના ભૌગોલિક વિસ્તારના ૧૭.૮ ટકાનો સમાવેશ કરે છે. સ્પેસ એપ્લિકેશન સેન્ટર-ISRO, ૨૦૨૧ દ્વારા ભારતીય વેટલેન્ડ્સના અવકાશ આધારિત અવલોકન મુજબ, ગુજરાતમાં કુલ ૧૭,૬૧૩ વેટલેન્ડ્સ છે, જે કુલ ૩,૪૯૯,૪૨૯ હેક્ટર વિસ્તારને આવરી લે છે. તેમાં મુખ્યત્વે અંતરિયાળ-કુદરતી વેટલેન્ડ્સ, અંતરિયાળ-માનવ નિર્મિત વેટલેન્ડ્સ, દરિયાકાંઠાના માનવ નિર્મિત વેટલેન્ડ્સ ઉપરાંત દરિયાકાંઠાના કુદરતી વેટલેન્ડ્સનો સમાવેશ થાય છે. ગુજરાતમાં મહત્તમ ૬૭ ટકા વિસ્તાર ખાડીઓનો, ત્યારબાદ ૪૬.૮ ટકા વિસ્તાર કળણો, ૯૧.૬ ટકા સોલ્ટ માર્શ અને ૭૫.૫ ટકા વિસ્તાર મીઠાના અગરો ધરાવે છે. ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં તા. ૨જી ફેબ્રુઆરીએ ‘વર્લ્ડ વેટલેન્ડ ડે’ ઉજવાઈ રહ્યો છે. ભારત સરકાર દ્વારા દેશમાં કુલ ૧૧૫ રાષ્ટ્રીય મહત્વની વેટલેન્ડ્સ જાહેર કરવામાં આવી છે. જેમાંથી નળ સરોવર, થોળ તળાવ, કચ્છનું નાનું રણ, કચ્છનું મોટું રણ, નાની કકરાડ, વઢવાણા, ખીજડિયા અને પરીએજ સહિત કુલ ૮ રાષ્ટ્રીય મહત્વની વેટલેન્ડ ગુજરાતમાં આવેલી છે. વધુમાં, ગુજરાતમાં ૧૯ વેટલેન્ડ્સ છે જે મહત્વપૂર્ણ પક્ષી અને જૈવવિવિધતા વિસ્તારો તરીકે ઓળખાય છે.

LEAVE A REPLY