REUTERS/Dado Ruvic/Illustration/File Photo

ચેટGPT મેકર ઓપનએઆઈએ શુક્રવારે અબજોપતિ ઇલોન મસ્કની આગેવાની હેઠળના કન્સોર્ટિયમની $97.4 બિલિયનની ઓફરને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે આ સ્ટાર્ટઅપ વેચાણ માટે નથી અને કોઈપણ ભાવિ બિડ અયોગ્ય હશે.

વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ અને ટેસ્લાના માલિક એલોન મસ્કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કંપની ઓપન એઆઈને ખરીદવાની ઓફર કરી હતી. ઇલોન મસ્કે એઆઈ કંપની એક્સ-એઆઈને સાથે-સાથે વેલોર ઇક્વિટી પાર્ટનર્સ, બેરન કેપિટલ જેવા ઈન્વેસ્ટર્સે આ ઓફર આપી હતી.

જોકે, ઇલોન મસ્કની ઓફર નકારીને ઓપનએઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેને એક્સ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે, ‘નો થેન્ક્યુ, જો તમે(મસ્ક) ઈચ્છો તો અમે ટ્વિટર(હવે એક્સ)ને લગભગ રૂ.84600 કરોડમાં ખરીદી લઈશું.’ આના જવાબમાં એલોન મસ્કે ઓલ્ટમેનને ‘સ્કેમ ઓલ્ટમન’ કહ્યા હતાં.

મસ્કે કહ્યું કે, ઓપનએઆઈ માટે ઓપન-સોર્સ, સેફ્ટી ફોક્સ્ડ ફોર્સ પર પરત ફરવાનો સમય આવી ગયો છે. અમે સુનિશ્ચિત કરીશું કે આવું થાય. મસ્ક આ ખરીદ્યા પછી ઓપનએઆઈને ફરીથી એક નોન-પ્રોફિટ રિસર્ચ લેબોરેટરી બનાવવા ઈચ્છે છે. ધ વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ મુજબ, આ ઓફર ઇલોન મસ્કના વકીલ માર્ક ટોબેરોફ દ્વારા સોમવારે ઓપનએઆઈના બોર્ડને આપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, 2015માં એલોન મસ્ક અને સેમ ઓલ્ટમેને 9 અન્ય લોકો સાથે મળીને ઓપનએઆઈની સ્થાપના કરી હતી, પરંતુ 2018માં મસ્ક તેમાંથી જુદા થઈ ગયા હતા. 2023માં મસ્કે ઓપનએઆઈના કોમ્પિટિટર એઆઈ સ્ટાર્ટઅપ એક્સ-એઆઈની શરુઆત કરી હતી. 2024માં મસ્કે ઓપનએઆઈ અને કેટલાક અધિકારીઓ પર કોન્ટ્રાક્ટ ભંગનો આક્ષેપ લગાવીને કેસ દાખલ કર્યો હતો.

LEAVE A REPLY