બદ્રીનાથ મંદિર (ANI Photo)

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા અને હેમકુંડ સાહિબ યાત્રા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનનો ગુરુવાર, 20 માર્ચથી પ્રારંભ થયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે, બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીના હિમાલયના મંદિરો અથવા હેમકુંડ સાહિબના શીખ મંદિરની મુલાકાત લેવા રસ ધરાવતા ભક્તો હવે ઉત્તરાખંડ પ્રવાસન વિકાસ પરિષદની વેબસાઇટ (registrationandtouristcare.uk.gov.in)ની મુલાકાત લઈને નોંધણી કરાવી શકે છે.

30 એપ્રિલે ઉત્તરકાશી જિલ્લાના ગંગોત્રી અને યમુનોત્રી મંદિરોના દરવાજા ખોલવાની સાથે ચારધામ યાત્રાનો પ્રારંભ થશે. રુદ્રપ્રયાગ જિલ્લામાં કેદારનાથ મંદિરને 2 મેના રોજ શ્રદ્ધાળુઓ માટે ખુલ્લુ મૂકવામાં આવશે.  ચમોલી જિલ્લામાં બદ્રીનાથ અને હેમકુંડ સાહિબ અનુક્રમે 4 મે અને 25 મેના રોજ ખુલશે.

LEAVE A REPLY