અલાબામામાં ટસ્કેગી યુનિવર્સિટીમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના એક વાર્ષિક કાર્યક્રમ દરમિયાન રવિવારે વહેલી સવારે થયેલા અંધાધૂંધ ગોળીબારમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને અન્ય 16 લોકો ઘાયલ થયા હતા. આમાંથી 12ને ગોળી વાગી હતી. આ હુમલાના કેસમાં થોડા કલાકો પછી એક વ્યક્તિની ધરપકડ કરી કરાઈ હતી.
અલાબામા લો એન્ફોર્સમેન્ટ એજન્સીએ જણાવ્યું હતું કે મોન્ટગોમેરીના 25 વર્ષીય જેક્વેઝ મિરિકને કેમ્પસમાંથી બહાર નીકળતી વખતે કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો અને તેની પાસે મશીનગન કન્વર્ઝન ડિવાઇસ સાથેની હેન્ડગન મળી આવી હતી. એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે મિરિક મશીનગન રાખવાના ફેડરલ આરોપનો સામનો કરા રહ્યો છે.
મિરિક આ ઐતિહાસિક બ્લેક યુનિવર્સિટીનો વિદ્યાર્થી હતો કે નહીં તેની માહિતી મળી શકી ન હતી. સ્કૂલોનો 100નું હોમકમિંગ વીક સમાપ્ત થઈ રહ્યું હતું ત્યારે આ ફાયરિંગ થયું હતું. સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે મૃત્યુ પામનાર 18 વર્ષીય વ્યક્તિ યુનિવર્સિટીનો વિદ્યાર્થી ન હતો પરંતુ ઘાયલોમાં કેટલાક વિદ્યાર્થીઓ હતાં. યુનિવર્સિટીએ સોમવારે વર્ગો રદ કર્યા હતાં