ગુજરાતના વડોદરા જિલ્લાના ડબકા ગામમાં ગણેશ પંડાલ ઊભો કરતી વખતે વીજળીનો કરંટ લાગતા એકનું મોત થયું હતુ અને 15 વ્યક્તિ ઘાયલ થયા હતા. ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
વડુ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે, મંગળવારે રાત્રે 11.45 વાગ્યાની આસપાસ પાદરા તાલુકા હેઠળના આ ગામના એક મંદિર પાસે આગામી ભગવાન ગણેશ ઉત્સવ માટે કેટલાક ગ્રામજનો પંડાલ ઊભો કરી રહ્યાં હતા ત્યારે વીજળીના વાયરલના સંપર્કમાં આવ્યા હતા. પ્રકાશ જાધવ અને અન્ય લોકોએ પકડી રાખેલો લોખંડનો સળિયો ઓવરહેડ હાઇ-ટેન્શન ઇલેક્ટ્રિક વાયરને અડી જતાં પ્રકાશ જાધવનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.