લોકસભાના અધ્યક્ષ ઓમ પ્રકાશ બિરલાએ શનિવાર ૧૧ના રોજ લંડનમાં આવેલા વિશ્વ વિખ્યાત BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી. જ્યાં શ્રી બિરલાનું પરંપરાગત હિન્દુ રીતરિવાજથી મંદિરના સંતોએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
મુલાકાત દરમિયાન, શ્રી બિરલાએ મૂર્તિઓના દર્શન અને અભિષેક સાથે મંદિરની આધ્યાત્મિક પવિત્રતાનો અનુભવ કર્યો હતો. તેમને ભારતમાં BAPS ના નોંધપાત્ર કાર્યો, યુકે અને સમગ્ર યુરોપમાં પ્રેરણાદા યી વિકાસ, ખાસ કરીને ફ્રાન્સના પેરિસમાં આગામી BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિરના નિર્માણ વિશે માહિતી આપવામાં આવી હતી. તેમણે સાંજની સભાને પણ સંબોધન કર્યું હતું.
ફેબ્રુઆરી 2022માં, શ્રી બિરલાના નેતૃત્વમાં ભારતીય સંસદસભ્યોના એક વરિષ્ઠ પ્રતિનિધિમંડળે અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિર સ્થળની મુલાકાત લીધી હતી. તો તે વર્ષના અંતમાં, શ્રી બિરલા નવી દિલ્હીમાં સ્વામિનારાયણ અક્ષરધામ ખાતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને મળ્યા હતા.
યુકે BAPSના ટ્રસ્ટી સંજય કારાએ કહ્યું હતું કે “મંદિરની મુલાકાત લેવા બદલ અમે શ્રી બિરલાના ખૂબ આભારી છીએ. અર્થપૂર્ણ વિચારો અને આંતરદૃષ્ટિની આપ-લે કરવાનો અને ભારત અને યુકે વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો આનંદ છે.”PS