પ્રતિકાત્મક તસવીર (istockphoto)
ભારત અને વૈશ્વિક બજારોમાં વ્યાજદરમાં મોટા તફાવત તથા ડોલર સામે રૂપિયામાં સતત નરમાઈ વચ્ચે ઓક્ટોબર 2024માં ભારતીય બેન્કોમાં NRI ડિપોઝિટ્સ 10 વર્ષની ટોચે પહોંચી ગઈ હતી.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ડેટા પ્રમાણે ઓક્ટોબરમાં NRI ડિપોઝિટ 162.7 બિલિયન ડોલર પર પહોંચી ગઈ હતી, જે વાર્ષિક ધોરણે  13.4 ટકાનો ઉછાળો દર્શાવે છે. છેલ્લા નવ વર્ષમાં NRI ડિપોઝિટ બેલેન્સમાં આ સૌથી મોટો વાર્ષિક વૃદ્ધિદર છે. 2024-25ના હાલના નાણાકીય વર્ષમાં એનઆરઆઇની થાપણોના ચોખ્ખા પ્રવાહમાં પણ ઉછાળો આવ્યો હતો. એપ્રિલથી ઓક્ટોબર 2024ના સાત મહિનામાં ડિપિઝિટ ઈનફ્લો 11.9 બિલિયન ડોલર રહ્યો હતો, જે 2024ના નાણાકીય વર્ષમાં 14.7 બિલિયન ડોલર હતો.
NRI ડિપોઝિટ્સમાં ત્રણ પ્રકાર હોય છે જેમાં ફોરેન કરન્સી ડિપોઝિટ્સ જેને FCNR (B) કહેવામાં આવે છે. આ ઉપરાંત નોન-રેસિડેન્ટ એક્સ્ટર્નલ (NRE) અને નોન-રેસિડેન્ટ ઓર્ડિનરી (NRO) એકાઉન્ટ છે. FCNR (B) ડિપોઝિટને ફોરેન કરન્સીમાં મેન્ટેન કરવામાં આવે છે અને તેને રૂપિયામાં કન્વર્ટ કરી શકતી નથી. NRE એકાઉન્ટમાં NRIs તેમણે વિદેશમાં કરેલી કમાણીની ડિપોઝિટે ઈન્ડિયન કરન્સીમાં કરી શકે છે અને NRO એકાઉન્ટમાં તેઓ ભારતમાં કરેલી કમાણી ઈન્ડિયન કરન્સીમાં ડિપોઝિટ કરી શકે છે. ઓક્ટબર 2024માં પૂરા થયેલા 12 મહિનામાં FCNR (B) પૂલમાં યર ઓન યર 50 ટકા જેટલો ગ્રોથ જોવા મળ્યો છે.

LEAVE A REPLY