(ANI Photo)
બોલીવડૂમાં અમિતાભ બચ્ચન, જેકી શ્રોફ અને અનિલ કપૂરની જેમ જાણીતા ગાયક કુમાર સાનુએ પણ પોતાનાં પર્સનાલિટી રાઇટ્સની સુરક્ષા માટે કોર્ટનો સંપર્ક કર્યો છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)ના કારણે નકલી કન્ટેન્ટ મુદ્દે ફિલ્મ કલાકારોમાં ચિંતા વ્યાપી છે. અત્યારે અત્યાધુનિક ટેકનોલોજીના ઉપયોગથી એવું કન્ટેન્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે જે આ કલાકારો ક્યારેય ન કરી શકે. તેનાથી આ જાણીતા લોકોની ઓળખ પર જોખમ ઊભું થયું છે. આથી પોતાની ઓળખને ખરાબ થતી અટકાવવા માટે હવે કુમાર સાનુ પણ અન્ય દિગ્ગજ કલાકારોની જેમ કાયદાનું સમર્થન મેળવી રહ્યા છે. કુમાર સાનુના અવાજની નકલ કરવી સળ નથી, પરંતુ એઆઈના દુરુપયોગથી હવે એ શક્ય બની રહ્યું છે.
આ અંગે કુમાર સાનુએ જણાવ્યું હતું કે, “કોઈ પણ ગાયકના નકલ કરનારા બની જાય, હું નથી માનતો કે તે યોગ્ય છે, તો આ રીતની પદ્ધતિઓથી બચવા માટે પોતાને સુરક્ષિત કરવા જરૂરી છે, કારણ કે, એઆઈ વધુ જોખમી છે.” રીમેકનું કલ્ચર ક્યારેય જૂનું થવાનું નથી કારણ કે લોકોને જૂના ગાયકોને આજે પણ એટલાં જ પસંદ છે. તેઓ એ જ ગીત ફરી ગાવા સક્ષમ હોવા છતાં તેમની પાસે ન ગવડાવીને એઆઈના ઉપયોગ પર પ્રતિબંધ મુકવો જોઈએ તેવું કુમાર સાનુ માને છે. ફિલ્મકારોએ આ પાયાની બાબતને સમજવાની જરૂર છે.

LEAVE A REPLY