REUTERS/Matthew Childs

ઓસ્ટ્રેલિયાનો નવમો ક્રમાંકિત એલેક્સ ડી મિનૌર હીપ ઇજાને કારણે છેલ્લી ઘડીએ ખસી જતાં નોવાક જોકોવિચનો વિમ્બલ્ડનની સેમિફાઇનલમાં પ્રવેશ થયો હતો. 37 વર્ષીય જોકોવિચને વોકઓવર આપવામાં આવ્યો હતો અને તે શુક્રવારે લોરેન્ઝો મુસેટ્ટીનો સામનો કરશે. 24 વખતનો ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન જોકોવિચ જો સેમિફાઇનલમાં વિજયી બનશે તો તે સાત વર્ષમાં છઠ્ઠીવાર ફાઇનલમાં પ્રવેશ કરશે.

ડી મિનૌરે સોમવારે ફ્રાન્સના ફિલ્સને ચાર સેટમાં હરાવી વિમ્બલ્ડનમાં તેની પ્રથમ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.25 વર્ષીય ખેલાડીઓ કહ્યું કે રિકવરીનો સમયગાળો ત્રણથી છ અઠવાડિયા વચ્ચેનો રહેશે.

આની સાથે જોકોવિચ 13મી વિમ્બલ્ડનની સેમિફાઇનલમાં પ્રવેશ્યો છે અને ફેડરરના રેકોર્ડની બરાબરી કરી છે. ઈટલીનો લોરેન્ઝો મુસેટ્ટી પ્રથમ વખત કોઈ ગ્રાન્ડ સ્લેમની સેમિફાઈનલમાં પહોંચ્યો છે. તેને ક્વાર્ટર ફાઇનલમાં ટેલ ફ્રિટ્ઝ સામે સાડા 3 કલાક સુધી ચાલેલી મેચમાં 3-6, 7-6 (5), 6-2, 3-6, 6-1થી જીત મેળવી હતી.

LEAVE A REPLY