FILE PHOTO REUTERS/Francis Mascarenhas/File Photo

આઈફોન અને એન્ડ્રોઈડ યુઝર્સ માટે પર એક જ સ્થળના અલગ અલગ ભાડાંના મુદ્દે સરકારે ગુરુવારે કેબ એગ્રીગેટર્સ ઓલા અને ઉબરને નોટિસ ફટકારીને ખુલાસો માંગ્યો હતો.

કેન્દ્રીય ગ્રાહક બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે અલગ અલગ મોબાઈલ એટલે કે એન્ડ્રોઈડ અને અથવા આઈફોનના આધારે અલગ અલગ ભાડાં અંગે ગ્રાહક બાબતોના વિભાગે સીસીપીએના માધ્યમથી અગ્રણી કેબ એગ્રીગેટર્સ ઓલા અને ઉબરને નોટિસ જાહેર કરી તેમની પાસે જવાબ માગ્યો છે. આ પહેલાં જોશીએ ગયા મહિને બંને કંપનીઓને ચેતવણી આપતા કહ્યું હતું કે, ગ્રાહકોના શોષણ અંગે ઝીરો ટોલરન્સ રાખવામાં આવશે. તેમણે સીસીપીએને આ આક્ષેપોની તપાસ કરવાની તાકીદ કરી હતી.

તાજેતરમાં લોકલ સર્કલ્સના સરવેમાં જણાયું હતું કે, ૬૦ ટકા આઈફોન યુઝર્સ કેબ સર્વિસમાં કોલ ફેલ્યોર સહિતની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. બીજીબાજુ સરવેમાં ભાગ લેનારા આઈફોનના ૯૦ ટકા યુઝર્સે તેમની સમસ્યાઓ માટે સીધે સીધા આઈઓએસ અપડેટને જવાબદાર ઠેરવી હતી.

ગ્રાહકોની ફરિયાદો મુદ્દે ઉબરના પ્રવક્તાએ જણાવ્યું કે, અમે આઈફોન કે એન્ડ્રોઈડ ફોનના આધારે ભાવ નિશ્ચિત કરતા નથી. અમે કેન્દ્રીય ગ્રાહક સંરક્ષણ ઓથોરિટી સમક્ષ કોઈપણ ગેરસમજને દૂર કરવા માટે તૈયાર છીએ.

LEAVE A REPLY