ભારતના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના ચેરમેન જગદીપ ધનખડ. (ANI Photo/Sansad TV)

ભારતના ઉપરાજ્યપાલ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ અને વિપક્ષ વચ્ચેના સંબંધો વધુ વણસી રહ્યા છે. વિપક્ષ ઇન્ડિયા બ્લોકના પક્ષો ઉપરાષ્ટ્રપતિને તેમના હોદ્દા પરથી દૂર કરવાનો એક ઠરાવ રજૂ કરવા માટે નોટિસ આપવાની વિચારણા કરી રહ્યો છે. ધનખડ સામે કાર્યવાહી શરૂ કરવાની દરખાસ્ત પર 87 સભ્યોએ હસ્તાક્ષર કર્યા છે.બે દિવસ પહેલા ગૃહના નેતા જેપી નડ્ડાને આ અંગે અનૌપચારિક જાણ કરાઈ છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

વિરોધ પક્ષો આવી નોટિસ ક્યારે આપવી તે અંગે વિચારવિમર્શ કરશે. વિપક્ષના આવા ઠરાવને કદાચ બહાલી મળશે નહીં, પરંતુ આ રીતે વિપક્ષ દર્શાવવા માગે છે કે અધ્યક્ષના પક્ષપાતી અભિગમ અપનાવે છે. બંધારણની કલમ 67 (બી) હેઠળ આવા ઠરાવ માટે ઓછામાં 14 દિવસ પહેલા નોટિસ આપવી પડે છે તથા તેને રાજ્યસભામાં અને લોકસભાની પણ મંજૂરી જરૂરી છે.

LEAVE A REPLY